Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હરિદ્વાર યાત્રાના નામે 292 લોકો પાસેથી નાણાં લીધાનો આરોપ:વ્યક્તિદીઠ રૂ. 4,200 ઉઘરાવ્યા બાદ નક્કી કરેલા દિવસે બસની વ્યવસ્થા ન થતાં ભાંડો ફૂટ્યો, સીટી એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

    2 days ago

    હરિદ્વાર યાત્રા અને શ્રીમદ્ ભાગવત કથાના આયોજનના નામે સુરેન્દ્રનગરના 292 જેટલા લોકો પાસેથી નાણાં લીધાનો આરોપ છે. આ મામલે સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(2), 318(4) અને 54 હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરિયાદી પંકજકુમાર વિશ્વપ્રસાદ ત્રિવેદી (ઉંમર 55)એ પોલીસને જણાવ્યું કે યાત્રા અને કથાના આયોજનના નામે લોકોને જોડવામાં આવ્યા હતા. યાત્રામાં જવા ઇચ્છુક લોકો પાસેથી વ્યક્તિદીઠ આશરે રૂ. 4,200 લેવામાં આવ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.ફરિયાદ મુજબ, આશરે 292 લોકો પાસેથી કુલ રૂ. 12,29,400 એકત્ર કરાયા હતા. યાત્રાળુઓને ટિકિટ અને આયોજન અંગે ખાતરી આપવામાં આવી હતી. સુરેન્દ્રનગર ઉપરાંત વઢવાણ, રતનપર, જોરાવરનગર, બોટાદ, બાવળા, લખતર અને વિરમગામના લોકો પણ જોડાયા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, નક્કી કરેલા દિવસે બસ સહિતની વ્યવસ્થા ન થતાં યાત્રાળુઓએ આયોજકોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, મોબાઇલ ફોન બંધ આવતા અને યોગ્ય જવાબ ન મળતા ફરિયાદીએ નાણાકીય છેતરપિંડી થયાની રજૂઆત કરી હતી.પોલીસે લક્ષ્મણજી ચંદુજી ઠાકોર સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં અન્ય આરોપીઓ તરીકે લવપચા લાલાભાઈ ઉર્ફે ચેતનભાઈ ઉર્ફે અશોકકુમાર, વિક્રમસિંહ જમસિંહ પરમાર અને નટવર સિંહ જયવંતસિંહ આલાનાં નામ છે. સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 11 નવેમ્બર 2026ના રોજ રાત્રે 8:05 વાગ્યે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આક્ષેપોની તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    Greater Noida West : ‘आग में लाखों का माल जलकर हुआ खाक ’ Breaking| Shorts| ZEE
    Next Article
    ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી:15મીના રોજ યશવંતરાય નાટ્યગૃહ ખાતે જિલ્લા કક્ષાનો જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાશે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉજવણીનું વિશેષ આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment