Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી:15મીના રોજ યશવંતરાય નાટ્યગૃહ ખાતે જિલ્લા કક્ષાનો જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાશે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉજવણીનું વિશેષ આયોજન

    2 days ago

    ભાવનગર જિલ્લામાં આગામી તા.15 નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાજીની 151 મી જન્મ જયંતી અન્વયે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યશવંતરાય નાટ્યગૃહ ખાતે યોજાનાર છે જેની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારીએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી. ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરીએ જણાવ્યું હતુ કે, આદિવાસી સમાજનું ગૌરવ વધારવા અને તેમના ગૌરવપૂર્ણ યોગદાનના આઝાદીના ઇતિહાસને જન જન સુધી પહોંચાડવાના ઉદેશ્યથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારત સરકાર દ્વારા વર્ષ 2021 થી દર વર્ષે 15 નવેમ્બરને જન જાતિય ગૌરવ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે ભગવાન બિરસા મુંડાજીએ માત્ર 25 વર્ષની ટૂંકી વયમાં અંગ્રેજ શાસન, જમીનદારી પ્રથા અને વેઠપ્રથા સામે 'ઉલગુલાન' નામના મહાન જનઆંદોલનનું નેતૃત્વ કર્યું હતુ. ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આ વર્ષ તા.12 થી 18 નવેમ્બર દરમિયાન આદિજાતિ જિલ્લાઓમાં 7 દિવસીય વિવિધ કાર્યક્રમોની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ 20 બિનઆદિવાસી જિલ્લાઓમાં એક દિવસીય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ છે. જે આગામી આગામી તા.15 નવેમ્બરના રોજ સમગ્ર દેશ સાથેની સાથે ભાવનગર જિલ્લામાં પણ જનજાતીય ગૌરવ દિવસ ઉત્સાહ અને ગૌરવભેર ઉજવવામાં આવશે.ભગવાન બિરસા મુંડાની જયંત જયંતીની ઉજવણી અંતર્ગત ભાવનગર જિલ્લામાં તા.15 નવેમ્બરના રોજ યશવંતરાય નાટ્ય ગૃહ, મહિલા સર્કલ ભાવનગર ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 15 નવેમ્બરે મુખ્ય ઉજવણીના ભાગરૂપે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ભગવાન બિરસા મુંડા અને આદિવાસી દેવ-દેવતાઓનુ પૂજન સ્વાગત, મહાનુભવોનું સ્વાગત, આદિજાતિ વિકાસ વિભાગની યોજના અને સિદ્ધિઓની ઝાંખી દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ, આદિવાસી સમાજના વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વ્યક્તિઓનું સન્માન તેમજ રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ તકે નિવાસી અધિક કલેકટર એન. ડી. ગોવાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના મદદનીશ પ્રાયોજના અધિકારી હિતેશભાઈ પંડયા અને લાલુદાન ગઢવી, આદિજાતિ વિકાસ અધિકારી કાજલબેન ચાવડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    હરિદ્વાર યાત્રાના નામે 292 લોકો પાસેથી નાણાં લીધાનો આરોપ:વ્યક્તિદીઠ રૂ. 4,200 ઉઘરાવ્યા બાદ નક્કી કરેલા દિવસે બસની વ્યવસ્થા ન થતાં ભાંડો ફૂટ્યો, સીટી એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
    Next Article
    Islam Makhachev's Stance Adds Fuel To Usman Nurmagomedov Controversy

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment