Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હવામાન વિભાગની આગાહી:29-30 મીએ ગાજવીજ- પવન વચ્ચે હળવા વરસાદની શક્યતા

    4 days ago

    વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને ટ્રફલાઇનની અસરના કારણે શુક્રવારે ઉત્તર ગુજરાતના હવામાનમાં અચાનક અસામાન્ય ફેરફાર જોવા મળ્યો હતો. પશ્ચિમ દિશાના પવન સાથે ભેજનું પ્રમાણ વધતાં ઉકળાટ અને આકરી ગરમીનો અનુભવ થયો હતો. હવામાન વિભાગના અનુમાન મુજબ, આજે શનિવાર સાંજથી વાતાવરણમાં વધુ પલટો આવી શકે છે અને 29 અને 30 તારીખે હળવી ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. દરમિયાન, કૃષિવિભાગે સાવચેતી માટે ગાઇડ લાઇન જાહેર કરી છે અને વધુ જાણકારી કે માર્ગદર્શન માટે કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર 1800 180 1551 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. શુક્રવારે દિવસ દરમિયાન સરેરાશ 11 કિલોમીટરની ઝડપે પશ્ચિમ દિશાનો પવન ફૂંકાયો હતો. જેને લઇ ભેજનું પ્રમાણ 29 થી લઇ 57 ટકાની વચ્ચે રહ્યું હતું. ભેજ વધવા છતાં દિવસ- રાતના તાપમાનમાં એક ડિગ્રી સુધીનો વધારો થયો હતો. એક ડિગ્રીના વધારા સાથે રાત્રીનું તાપમાન 23.3 થી 24.5 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ:દિગંબર જૈનનું પાષાણનું સૌથી મોટું મંદિર સમામાં બનાવાયું,કાલથી પંચ કલ્યાણક મહોત્સવ શરૂ થશે
    Next Article
    વહીવટી માળખામાં મહત્વનો ફેરફાર થયો:કચ્છ જિલ્લાના પ્રભારી સચિવ તરીકે IAS રાજકુમાર બેનીવાલની નિમણૂક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment