Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભૂગર્ભ ગટર અને રોડ કામગીરી માટે બે મહિના રસ્તો બંધ:રેલવે સ્ટેશનથી ગાંધીચોક તરફ જતો રસ્તો ભૂગર્ભ ગટર અને સીસી રોડની કામગીરીને માટે 29 સપ્ટેમ્બરથી 25 નવેમ્બર સુધી બંધ રખાયો

    21 hours ago

    ​જૂનાગઢ શહેરમાં માળખાકીય સુવિધાઓને વેગ આપવા અને નાગરિકોની સુખાકારી માટે મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવતા હોય છે. જેના ભાગરૂપે હવે જૂનાગઢમાં રેલવે સ્ટેશનથી ગાંધીચોક તરફ જતો મહત્વનો રસ્તો આગામી સમય માટે બંધ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ રસ્તા પર ભૂગર્ભ ગટરની કામગીરી તેમજ નવો સીસી રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી તંત્ર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. ​આ મામલે જૂનાગઢ મહાનગરપાલિકાના બાંધકામ શાખાના નાયબ કાર્યપાલક ઇજનેર કિશન રામાણીએ જણાવ્યું હતું કે, હાલ બાંધકામ શાખા દ્વારા રેલવે સ્ટેશન સર્કલથી ગાંધી ચોક સુધી જતો ડાબી તરફનો રસ્તો આવેલો છે, જેમાં ભૂગર્ભ ગટર અને સીસી રોડની અગત્યની કામગીરી કરવાની હોવાથી તેને ડાયવર્ઝન આપીને જાહેરનામું બહાર પાડીને બંધ કરવામાં આવ્યો છે. આ રસ્તો બંધ થવાના કારણે વાહનચાલકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. ​વૈકલ્પિક રૂટ તરીકે વાહનચાલકો રેલવે સ્ટેશન સર્કલથી જેલ ચોક, જેલ ચોકથી ચિંતાખાના ચોક અને ચિંતાખાના ચોકથી ગાંધી ચોક તરફનો ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. રેલવે સ્ટેશનથી જેલ ચોક અને જિલ્લા કોર્ટ થઈને ચિંતાખાના ચોકથી વાહનચાલકો ગાંધી ચોક તેમજ બસ સ્ટેશન તરફ સરળતાથી જઈ શકશે. જોકે, મોટા વાહનો ચિંતાખાના ચોક તરફ ડાયવર્ટ કરવામાં આવતા ટ્રાફિકની સમસ્યા વધવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ​આ કામગીરીના આયોજન વિશે વાત કરતા કિશન રામાણીએ સ્પષ્ટ કર્યું હતું કે હાલમાં બેરિકેટીંગની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં જ રોડ ખોદવાની તથા મુખ્ય કામગીરી શરૂ કરવામાં આવશે. મનપા કમિશનર દ્વારા આગામી તારીખ 29 સપ્ટેમ્બર 2026 થી ૨૫ નવેમ્બર 2026 સુધી આ રસ્તો બંધ રાખવા અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા એ વાતની ખાતરી આપવામાં આવી છે કે જાહેરનામામાં જે તારીખ સુધી સમય મર્યાદા આપવામાં આવી છે, તે નિર્ધારિત સમયગાળાની અંદર જ ગટર અને રોડની બંને કામગીરીઓ ચુસ્તપણે પૂર્ણ કરી દેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સરદાર પટેલ યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણના સામાજિક પરિવર્તન પર ચર્ચા:રાષ્ટ્રીય સેમિનારમાં 'એક્સેસ ટુ ઇમ્પેક્ટ' વિષય પર પ્રો. કિશોરકુમાર પોરિયાએ ભાગ લીધો
    Next Article
    તુરખા ગામની સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ:બોટાદ LCBએ દરોડો પાડી ₹1.11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, બે પકડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment