Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવકના મોત મામલે પરિવારના ભેસ્તાન પોલીસ પર ગંભીર આક્ષેપ:29 તારીખે ગુમ સંજીવ કુમારનો 14 દિવસે મૃતદેહ મળ્યો, PIએ કહ્યું- બંને બાબતે વિધિવત ફરિયાદ નોંધી

    1 day ago

    સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા ગણેશનગરમાં રહેતા 40 વર્ષીય સંજીવ કુમાર સિંહ ગત 29 તારીખે પોતાની મિલમાંથી ડ્યુટી પૂરી કરીને નીકળ્યા બાદ રહસ્યમય રીતે ગુમ થઈ ગયા હતા. સંજીવ કુમાર ઘરે ન પહોંચતા પરિવારે તેમની શોધખોળ શરૂ કરી હતી. પરિવારજનોએ સ્થાનિક ભેસ્તાન પોલીસ ચોકીનો સંપર્ક કર્યો હતો, પરંતુ પોલીસે શરૂઆતમાં 24 કલાક પૂરા નથી થયા તેમ કહીને ફરિયાદ નોંધવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી અને પરિવારને ધક્કા ખાવા મજબૂર કર્યો હતો. પોલીસે ફરિયાદ લેવામાં ટાળમટોળ કરી પીડિતોને હેરાન કર્યા જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનામાં ફરજ બજાવતા મૃતકના ભાઈ રાજીવ કુમાર સિંહે આક્ષેપ કર્યો છે કે, 24 કલાક વિત્યા બાદ પણ પોલીસે ફરિયાદ નોંધવામાં આનાકાની કરી હતી. તમામ કાગળો હોવા છતાં પણ પોલીસે મહિલા (ભાભી)ને જ 5 માણસો શોધી લાવવાનું કહીને હેરાન કરી હતી. આખરે દબાણ લાવ્યા બાદ 31 તારીખે પોલીસે ગુમસુદાની રિપોર્ટ નોંધી હતી. જોકે, પોલીસે આસપાસના વિસ્તારમાં કોઈ પ્રાથમિક તપાસ કરવાની પણ તસ્દી લીધી નહોતી. સૈનિક ભાઈએ સુરત આવીને જાતે તપાસ કરી સમગ્ર મામલે કોઈ ઉકેલ ન આવતા દેશની સરહદ પર તૈનાત મૃતકના નાના ભાઈ (અસમ રાઇફલ્સના જવાન) 7 તારીખે સુરત પહોંચ્યા હતા. તેમણે જાતે જ સ્થાનિક પોલીસ સ્ટેશનોમાં તપાસ કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે તેઓ માત્ર 1.8 કિલોમીટર દૂર આવેલી ઉન પાટિયા પોલીસ ચોકી પર પહોંચ્યા ત્યારે ગેટ બહાર સંજીવ કુમારનો ફોટો અને પોસ્ટર જોવા મળ્યા હતા. પીએસઆઈ સાથે વાત કરતા માલૂમ પડ્યું કે સંજીવ કુમારનો અકસ્માતમાં મૃતદેહ તો 29 તારીખે જ મળી આવ્યો હતો. ભેસ્તાન પોલીસે પરિવારને 14 દિવસ અંધારામાં રાખ્યો ભેસ્તાન પોલીસ ચોકી અને ઉન પાટિયા પોલીસ ચોકી વચ્ચે માત્ર 1 થી 1.8 કિલોમીટરનું અંતર હોવા છતાં અને બંનેનો ઇનચાર્જ એક જ હોવા છતાં પણ 14 દિવસ સુધી પરિવારને કોઈ માહિતી આપવામાં આવી નહોતી. જો બંને ચોકી વચ્ચે યોગ્ય સંકલન હોત તો 29 કે 30 તારીખે જ મૃતદેહ મળી ગયો હોત. 14 દિવસ બાદ સિવિલ હોસ્પિટલમાંથી અત્યંત ખરાબ હાલતમાં મૃતદેહ મળતા પરિવારજનો પર દુઃખનું આભ તૂટી પડ્યું હતું. 29 તારીખે જ રેલવે ટ્રેક પરથી મૃતદેહ મળ્યો હોવા છતાં ભેસ્તાન પોલીસે પરિવારને 14 દિવસ સુધી અંધારામાં રાખ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. ગંભીર આક્ષેપો સાથે નેશનલ લેવલે ન્યાયની માંગ કરી આર્મી જવાન રાજીવ કુમારે પોલીસની કામગીરી સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જો દેશના રક્ષણ કરતા સૈનિકના પરિવાર સાથે પોલીસ આવું વર્તન કરતી હોય તો સામાન્ય નાગરિકોનું શું થતું હશે? પોલીસે પોતાની જવાબદારી નિભાવવાને બદલે પીડિત પરિવારને જ ગોળ-ગોળ ફેરવ્યો છે. દેશભરમાંથી લોકો સુરતમાં રોજી-રોટી માટે આવે છે ત્યારે આવી નાઇન્સાફી સહન ન કરી શકાય. પરિવારે આ સમગ્ર મામલાને રાષ્ટ્રીય સ્તરે ઉઠાવીને દોષિત પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસે બંને બાબતે વિધિવત ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી ભેસ્તાન પીઆઈ એસ.બી. દેસાઈએ જણાવ્યું હતું કે, જ્યારે શરૂઆતમાં અજાણ્યો મૃતદેહ મળ્યો ત્યારે પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને તે સમયે મૃતદેહની ઓળખ થઈ નહોતી. આ દરમિયાન મૃતકના પરિવારજનોએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી, જોકે અકસ્માતમાં મોત પામનાર વ્યક્તિ જ ગુમ થયેલી વ્યક્તિ છે તે અંગે શરૂઆતમાં કોઈ જાણકારી નહોતી, પરંતુ બાદમાં પોલીસ તપાસ દરમિયાન આ વિગત બહાર આવી હતી અને પોલીસે બંને બાબતે વિધિવત ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    સતીશ મરાઠા મર્ડર કેસ:નવસારીથી GPS ખરીદી અંકુરે કારમાં ફિટ કર્યું, હત્યામાં વપરાયેલા હથિયારો સિવાય રાહુલ બટકાના મિત્ર પાસેથી એક પિસ્તોલ કબજે
    Next Article
    Mumbai Biker, 24, Dies After Trailer Rams Her. Was On Group Ride With 22 Women

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment