Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર મહાનગરપાલિકાની 29 તારીખે સાધારણ સભા યોજાશે:મેયર ઉષાબેન પ્રોહિતના અધ્યક્ષસ્થાને 14 મહત્વના કામોને મંજૂરી અપાશે, કમિશનર સ્ટડી વિઝીટ માટે સિંગાપુર જશે

    1 day ago

    ભાવનગર મહાનગરપાલિકાની આગામી તા.29 ને ગુરુવારના રોજ મેયર ઉષાબેન પ્રોહિતના અધ્યક્ષ સ્થાને સાધારણ સભા યોજાનાર છે, આ સભામાં શહેરના વિકાસ, વહીવટી સુધારા, મિલકત/લીઝ રીન્યુઅલ અને લોકહિતના જુદા જુદા 14 મહત્વપૂર્ણ કામોને બહાલી આપવા માટે નિર્ણય લેવામાં આવશે. તેમાં ખાસ કમિશનરને સ્ટડી વિઝીટ માટે સિંગાપુર અર્બન પ્લાનિંગ માટે કમિશનરને મોકલવા માટે સ્ટડી વિઝીટ અંતર્ગત કોર્સ ફી, હોટલ રહેઠાણ, સ્થાનિક પરિવહન, દૈનિક ભથ્થું, અને મૂળભૂત સ્થાનિક વિમાનો ખર્ચ સિંગાપુર દ્વારા કરવામાં આવશે, જ્યારે તે સિવાયનો ટુ વે એર ટ્રાવેલર નો ખર્ચ તથા અન્ય આનુસંગિક ખર્ચ ભાવનગર મહાનગરપાલિકા ભોગવશે... મહાનગરપાલિકા દ્વારા સાધારણ સભામાં 14 જેટલા કાર્યોને બહાલી આપવામાં આવશે જેમાં ફિલ્ટર વિભાગના વિવિધ ભંગારના નિકાલ માટે રૂ. 97.50 લાખની સર્વોચ્ચ બોલી બોલનાર 'ચામુંડા સ્ક્રેપ ટ્રેડર્સ'ને કામગીરી આપવા મંજૂરી, ચીફ ફાયર ઓફિસર સહિતના સંવર્ગના પગાર ધોરણમાં સુધારો કરી રાજીનામા અટકાવવા અને નાણાકીય બચત કરવાનો નિર્ણય., આખરી પ્રક્રિયા અંતર્ગત ટી.પી.ઓ. સમક્ષ મહાનગરપાલિકા દ્વારા પરામર્શ આપવા અંગે મંજૂરી., રિંગ રોડ પર આદિવાસી સમાજની માંગણી મુજબ ભગવાન બિરસા મુંડાની પ્રતિમા મૂકવા મંજૂરી., તિલકનગર લીઝ રીન્યુઅલ, ખારગેટ જમીન ફાળવણી, રક્ષાબંધને 34,025 મહિલાઓને અપાયેલી ફ્રી મુસાફરીને કાર્યોત્તર મંજૂરી આપવી તથા આવી ભવિષ્યની સત્તાઓ સ્ટેન્ડિંગ કમિટીને સોંપવી., કમિશ્નરની સિંગાપોર ટૂર અર્બન પ્લાનિંગ 'સ્ટડી વિઝિટ' માટે કમિશનરના નોમિનેશન અને એર ટ્રાવેલ ખર્ચ મંજૂર કરવો., કુંભારવાડા સ્થિત ટ્રસ્ટમાં મહાનગરપાલિકાના એક સભ્યને ટ્રસ્ટી તરીકે નીમવા બહાલી., ઘોઘા રોડ સ્થિત ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળમાં મ્યુનિસિપલ પ્રતિનિધિ નીમવો, તિલકનગર પ્લોટ-2ની લીઝ મુદત પેનલ્ટી વસૂલીને રીન્યુ કરવી., માલધારી સોસાયટી કોમર્શિયલ વપરાશ બંધ થતા પ્લોટની લીઝ વર્ષ 2050 સુધી રહેણાંક હેતુ માટે રીન્યુ કરવી.,માલધારી સોસાયટીમાં આવેલ ખુલ્લા પ્લોટની પૂર્ણ થયેલ લીઝ વિલંબ પેનલ્ટી સાથે વર્ષ 2050 સુધી લંબાવવી તથા ભરતી નિયમોમાં સુધારો ગાર્ડન સુપ્રિટેન્ડેન્ટ સંવર્ગમાં શૈક્ષણિક લાયકાત સુધારી B.Sc. (Agri/Horti) તથા અનુભવના નવા ધોરણો મંજૂર કરવા સહિતની દરખાસ્તોને મંજૂરી આપવામાં આવશે…
    Click here to Read More
    Previous Article
    AMC કમિશનરે DYMCને આડે હાથ લીધા:રોડ પરથી લારીઓ અને ફેરિયાવાળાઓને તાત્કાલિક દૂર કરો, નીચેના અધિકારીએ આપેલી માહિતીને તમારે જોવાની હોય
    Next Article
    CJP's Saurav Das, Ashutosh Ranka Released After 7 Days In Jail

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment