Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજ સિવિલ કોર્ટનો ધાક બેસાડતો ચૂકાદો:વીજ અકસ્માતમાં ઘાયલ કામદારને 28.92 લાખ ચૂકવવા આદેશ

    18 hours ago

    પીજીવીસીએલના ઠેકેદાર પાસે કામ કરતા કામદારને અકસ્માતે ઇજા પહોંચતાં ભુજની સિવિલ કોર્ટ દ્વારા ભુજ PGVCL , તેના જુનિયર ઈજનેર તથા કોન્ટ્રાકટરની બેદરકારી ઠરાવી અકસ્માતનો ભોગ બનેલા કામદારને 28.92 લાખનું વળતર ચૂકવવાનો ધાક બેસાડતો ચૂકાદો આપ્યો હતો. આ કેસ મુજબ રેહાના રાજેન્દ્રસિંહ ગોરધનજી સોઢા ઈલેકટ્રીક હેલ્પર તરીકે વીજ કચેરીના કોન્ટ્રાકટર ખેતશી રવજી ચાવડા પાસે નોકરી કરતા હતા. તા. 1/8/17ના પીજીવીસીએલ કચેરી ભુજના જુનિયર ઈજનેર અજય શાંતિલાલ જેઠવાએ કોન્ટ્રાક્ટરને ટ્રાન્સફોર્મર બદલવા કામ સોંપ્યું હતું. આથી રાજેન્દ્રસિંહ મજુરો સાથે ગયા હતા. કોન્ટ્રાકટરે જુનિયર ઈજનેરની સુચનાથી લાઈન બંધ હોવાનું જણાવી તેમને થાંભલા પર ચડાવ્યા હતા જે દરમિયાન તેમને જમણા હાથમાં વીજ કરંટ લાગતાં નીચે પડી ગયા હતા. તેમની હોસ્પિટલમાં સારવાર કરાવતા ડોક્ટરો દ્વારા કમર સુધીનો ભાગ ખોટો થઈ ગયો હોવાથી હલન ચલન કરી શકશે નહી તેમ જણાવાયું હતું. કચેરી અને તેના જુનિયર ઈજનેર તથા કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે અકસ્માત થયેલો હોઈ ઇજાગ્રસ્ત કામદાર દ્વારા સિનિયર સિવિલ જજ ભુજ સમક્ષ નુકસાની વળતર દાવો દાખલ કરાયો હતો. અદાલતે કામદારને 28,92,800 રૂપિયા દાવાની તારીખથી 7 ટકા વ્યાજ સાથે ચુકવવાનો હુકમ કર્યો હતો. રકમ 60 દિવસમાં કોર્ટમાં જમા કરાવાનો ચુકાદો આપ્યો હતો. વાદી વતી તેમના એડવોકેટ અવનીશ જે. ઠકકર તથા સલીમ એસ.ચાકી હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:માત્ર પનીર, ઘી, તેલ, મિઠાઇ, મસાલા નહીં... આખી સિસ્ટમ નકલી છે!, FSSAIના નિયમોનું ઉલ્લંઘન, 15 મહાનગરપાલિકામાં ફૂડ સેફ્ટી અયોગ્ય હાથોમાં
    Next Article
    મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો:કચ્છભરના જર્જરિત રસ્તા સુધારવા નોન પ્લાનિંગ રોડ માટે 141 કરોડ મંજૂર કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment