Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુભાષનગરમાંથી વિદેશી દારૂની 288 બોટલ ઝડપાઈ:લોકલ ક્રાઇમ બ્રાન્ચે યુવકની ધરપકડ કરી, 43 હજારનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો

    3 दिन पहले

    ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જ્યારે શહેરમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને સુભાષનગર વિસ્તારમાં વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ માહિતીના આધારે ટીમે તાત્કાલિક સુભાષનગરની ધર્મરાજ સોસાયટીના કોમન પ્લોટમાં દરોડો પાડ્યો હતો. અને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. 288 બોટલ વિદેશી દારૂની જપ્ત કરાઈ પોલીસે દરોડા દરમિયાન ત્યાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો રાખીને વેચાણ કરતા 20 વર્ષીય યુવક દક્ષ મકવાણાને રંગેહાથ ઝડપી લીધો હતો. સ્થળ પરથી પોલીસે અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી કુલ 288 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો જપ્ત કરી હતી, જેની અંદાજિત કિંમત ₹43,200 થાય છે. ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર દારૂનો જથ્થો કબ્જે કરીને આરોપી દક્ષ મકવાણા સામે ઘોઘારોડ પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે અને આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    કરમસદ-આણંદમાં જન કલ્યાણ શિબિર યોજાઈ:અનેક પરિવારોને PM સ્વનિધિ લોન, આયુષ્યમાન કાર્ડનો લાભ મળ્યો
    Next Article
    સણોસરી રામાપીર મંદિરે ભક્તો ઉમટ્યા:નકલંક ધામ ખાતે મહાપ્રસાદનું આયોજન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment