Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધરપકડ:જામનગરના જોગવડમાંથી રૂપિયા 2.88 લાખના હેરોઈન સાથે 2 શખસો પકડાયા

    9 hours ago

    લાલપુર તાલુકાના જોગવડ ગામના પાટીયા પાસે સ્કુલની આગળ જાહેરમાં બે પંજાબી શખસો હેરોઈન, મોર્ફીન, કોડીનનું વેંચાણ કરતા હોવાની બાતમીના આધારે મેઘપર પોલીસે દરોડો પાડ્યો હતો. હેરોઈનનું વેચાણ કરતા હરજીતસિંઘ ગુરદીપસિંઘ મજબી, અજીજ શાહ આસ્કશાહને ઝડપી લીધા હતા. તેના કબજામાંથી રૂ.2.88 લાખની કિંમતનું 14.400 ગ્રામ હેરોઈન તેમજ બે મોબાઈલ ફોન, વજનકાંટો અને રોકડ રૂપિયા તેમજ પેકીંગ કરવા સારૂ કાળા કલરના પ્લાસ્ટીકના નાના નાના ટુકડા નંગ-7 મળીને કુલ રૂ.2,99,450નો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. તેની પુછપરછ કરતા પંજાબ અમૃતસરના કુલવિંદરસિંઘ ગુરદીપસિંઘ મજબીને ફરાર જાહેર કરવામાં આવ્યો છે. આ કેસની તપાસ લાલપુર પીઆઈ કે. એલ. ગરચરને તપાસ સોંપવામાં આવી છે. બન્ને આરોપીઓને કોર્ટમાં રજુ કરીને 3 દિવસમાં રિમાન્ડ પર લઈને આકરી ઢબે પુછપરછ કરવામાં આવી રહી છે. 3 માસમાં 6 શખસો હેરોઈન સાથે ઝડપાયા જામનગરના મોટી ખાવડીમાં ફેચાર શખસો હેરોઈન સાથે હોટલમાં રોકાણ કરતા એસઓજીએ દરોડો પાડીને ઝડપી લીધા હતા. જે બાદ બે દિવસ પહેલા જ બે શખસોને હેરોઈન સાથે હરપાલસિંઘ ર્સ્વણસિંઘ મજબી શીખ અને રમનદિપસિંઘ સુલ્લાખાન મજબી શખીને ઝડપી લીધા હતા. જેની તપાસ મેઘપર પોલીસ ચલાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ધો-12ના બોર્ડના પરિણામ:જામનગર શહેર-જિલ્લાની 9 સરકારી ઉ.માધ્યમિક શાળાના 100 ટકા પરિણામ
    Next Article
    નદીમાંથી મળેલા મૃતદેહની ઓળખ થઈ‎:ગળેટુંપો આપીને હત્યા મોઢામાં પથ્થર માર્યો; લૂંટના ઈરાદે હત્યા થયાની શંકાએ તપાસ‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment