Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુએસ સેક્રેટરી માર્કો રુબિયો જામનગરમાં:અમેરિકાને સસ્તુ ડીઝલ અને રિલાયન્સ રિફાઈનરી માટે 28.40 લાખ કરોડના રોકાણ મુદ્દે ચર્ચા શક્ય, અંબાણી સાથે મુલાકાત પર વિશ્વની નજર

    10 hours ago

    યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો આજે જામનગરની ઐતિહાસિક મુલાકાતે આવી પહોંચ્યા છે. જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે સ્થાનિક વહીવટી તંત્ર અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કોઈ વગદાર અને મહત્ત્વાના દેશના વિદેશ મંત્રીની જામનગર ખાતે આ પ્રથમ મુલાકાત હોવાથી સુરક્ષા વ્યવસ્થા અત્યંત ચુસ્ત બનાવવામાં આવી છે. આ મુલાકાતથી વૈશ્વિક સ્તરે જામનગરનું મહત્વ ફરી એકવાર સાબિત થયું છે. આ મુલાકાત પાછળનો હેતુ અમેરિકાને સસ્તુ ડીઝલ જોઈએ છે અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અમેરિકામાં 300(28.40 લાખ કરોડ) અબજ ડોલરના ખર્ચે રિફાઇનરી શરૂ કરવાનું છે. આ બન્ને મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. રિલાયન્સ રિફાઇનરી અને ટેકનોલોજીનો અભ્યાસ એરપોર્ટથી તેઓ સીધા જ રિલાયન્સ રિફાઇનરી જવા રવાના થયા હતા, જ્યાં રિલાયન્સ પરિવાર દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. તેમની આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વની સૌથી મોટી જામનગર સ્થિત રિલાયન્સ રિફાઇનરીની કાર્યપ્રણાલી નિહાળવાનો છે. આ રિફાઇનરી વિશ્વના કોઈપણ પ્રકારના ક્રૂડ ઓઇલને રિફાઇન કરવાની ક્ષમતા ધરાવે છે. યુએસમાં ડીઝલની અછત વચ્ચે જામનગર રિફાઇનરીનું સંચાલન અને આધુનિક ટેકનોલોજી તેમના અભ્યાસનો મુખ્ય વિષય છે. આગમન વખતની તસવીર ઊર્જા ક્ષેત્રે સહયોગ અને વનતારા મુલાકાતની શક્યતા માર્કો રુબિયોની આ મહત્વપૂર્ણ મુલાકાતથી ભારત અને અમેરિકા વચ્ચે ઊર્જા ક્ષેત્રે દ્વિપક્ષીય સહયોગ વધુ મજબૂત બનવાની શક્યતા સેવાઈ રહી છે. જોકે, જામનગર સ્થિત 'વનતારા' પશુ સંરક્ષણ કેન્દ્રની મુલાકાત અંગે કોઈ સત્તાવાર પ્રોટોકોલ જાહેર કરાયો નથી, પરંતુ સમય સાનુકૂળ રહેશે તો તેઓ વનતારાની ટૂંકી મુલાકાત લઈ શકે છે તેવી ચર્ચા ચાલ રહી છે. આ મુલાકાતથી બંને દેશોના આર્થિક અને ઔદ્યોગિક સંબંધોને નવો વેગ મળશે. મીડિયા અહેવાલો અનુસાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અમેરિકાના ટેક્સાસમાં એક ઓઇલ રિફાઇનરીમાં મોટું રોકાણ કરવાની તૈયારીમાં છે, જે 50 વર્ષમાં અમેરિકામાં બનનારી પ્રથમ રિફાઇનરી હશે. આ જ કારણે આ મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. રુબિયોની જામનગર મુલાકાત 3 કારણોથી મહત્ત્વપૂર્ણ… 1. અમેરિકામાં ડીઝલના ભાવ 155 રૂપિયા પ્રતિ લિટરને પાર અમેરિકામાં ડીઝલના ભાવ 6 ડૉલર પ્રતિ ગૅલનથી વધુ છે, એટલે કે આશરે 155 રૂપિયા પ્રતિ લિટર. તેના કારણે ટ્રક ડ્રાઇવર, ખેડૂતો અને માલ પરિવહન વ્યવસાયીઓ પરેશાન છે. ટ્રમ્પ સરકાર ઇચ્છે છે કે 3 નવેમ્બરે યોજાનારી મિડટર્મ ચૂંટણી પહેલાં અમેરિકામાં પૂરતો ડીઝલ પુરવઠો ઉપલબ્ધ રહે. તેથી અમેરિકા રશિયા પાસેથી ડીઝલ ખરીદી રહ્યું છે. રિલાયન્સ પણ સસ્તા ભાવે કાચા તેલને રિફાઇન કરીને અમેરિકાને પેટ્રોલ-ડીઝલ વેચી શકે છે, જેથી અમેરિકા ઇંધણ સંકટથી બચી શકે. 2. રિલાયન્સ વેનેઝુએલાથી વધુ તેલ ખરીદે જાન્યુઆરીમાં વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ કર્યા બાદથી અમેરિકન સરકાર જ વિદેશોમાં વેનેઝુએલાનું તેલ વેચી રહી છે. રિલાયન્સ વેનેઝુએલાના સૌથી મોટા તેલ ખરીદદારોમાંની એક છે. ગ્લોબલ ટ્રેડ ઇન્ટેલિજન્સ ફર્મ Kpler મુજબ, સપ્ટેમ્બરમાં ભારતે વેનેઝુએલાથી દરરોજ 2.57 લાખ બેરલ તેલ આયાત કર્યું. તેનો 76% હિસ્સો રિલાયન્સે ખરીદ્યો. અમેરિકા ઇચ્છે છે કે રિલાયન્સ વેનેઝુએલાથી વધુ તેલ ખરીદે. કારણ કે અમેરિકા ઘણી વખત કહી ચૂક્યું છે કે ભારતે વેનેઝુએલાથી તેલ ખરીદવું જોઈએ. જોકે સરકારી તેલ કંપનીઓએ આવું કર્યું નથી. 3. અમેરિકામાં રિલાયન્સનું 300 અબજ ડૉલરનું રોકાણ રિલાયન્સ અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં એક નવી રિફાઇનરી ખોલી રહી છે, જે 50 વર્ષમાં અમેરિકામાં બનનારી પહેલી રિફાઇનરી હશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે માર્ચ 2026માં તેને 300 અબજ ડૉલરનો સોદો ગણાવ્યો હતો. અમેરિકા ઈચ્છે છે કે આ રોકાણ શક્ય તેટલું વહેલું થાય. વિશ્વની સૌથી મોટી રિફાઇનરી છે જામનગર રિલાયન્સ મુજબ, જામનગર રિફાઇનરી એક જ સ્થળે બનેલી વિશ્વની સૌથી મોટી અને આધુનિક રિફાઇનરી છે. અહીં દરરોજ 14 લાખ બેરલ ક્રૂડ ઑઇલને પ્રોસેસ કરવાની ક્ષમતા છે. રૂબિયોએ કહ્યું- ભારત રિફાઇનિંગ સુપરપાવર મંગળવારે મુંબઈ પહોંચેલા રૂબિયોએ ભારતને 'રિફાઇનિંગ સુપરપાવર' ગણાવ્યું. તેમણે કહ્યું, 'ભારતમાં વેનેઝુએલાના હેવી ક્રૂડ ઓઇલને રિફાઇન કરવાની મોટી ક્ષમતા છે. દુનિયામાં તેલ સંકટ ઘટાડવામાં ભારતીય રિફાઇનરીઓ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેલની સપ્લાયમાં આવી રહેલી કાયદાકીય અને પ્રતિબંધો સંબંધિત અડચણો દૂર કરવા માટે ભારત અને અમેરિકા સાથે મળીને કામ કરશે.' મે બાદ રૂબિયોની બીજી ભારત મુલાકાત માર્કો રૂબિયોની મે મહિનામાં થયેલી અગાઉની મુલાકાત બાદ આ બીજી ભારત મુલાકાત છે. મે મહિનામાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત, તેમણે ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠકમાં પણ ભાગ લીધો હતો. શું રૂબિયોની મુલાકાતથી ભારત-અમેરિકાના સંબંધો ફરી પાટા પર આવશે? છેલ્લા કેટલાક મહિનાઓમાં ભારત-અમેરિકાના સંબંધોમાં કડવાશ આવી છે. પછી ભલે તે રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો પર 100% ટેરિફ લગાવતો લિન્ડસે ગ્રેહામ ઍક્ટ પસાર કરવાનો મામલો હોય કે પછી ઇન્ફોસિસ, TCS, વિપ્રો અને HCL જેવી ભારતીય કંપનીઓના કર્મચારીઓને ગ્રીન કાર્ડમાં મળતી છૂટ સમાપ્ત કરવાનો નિર્ણય હોય. જોકે, રૂબિયોની ભારત મુલાકાત પહેલાં 16 ઑક્ટોબરે ટ્રમ્પે તેના પર અસ્થાયી રોક લગાવી દીધી અને કહ્યું કે તેનાથી અમેરિકાને ફાયદો થશે. ભારતીય થિંકટૅન્ક 'ધ ઇમેજઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ'ના સિનિયર જિયોપૉલિટિકલ નિષ્ણાત રોબિન્દર સચદેવા માને છે કે રુબિયોનું ધ્યાન નવી દિલ્હીની પરંપરાગત રાજનીતિને બદલે મુંબઈ અને જામનગર જેવા વ્યાપારી કેન્દ્રો પર છે. તેનો હેતુ કોર્પોરેટ સોદા, રિફાઇનરી ક્ષેત્રમાં ભાગીદારી, રોકાણ અને બંને દેશો વચ્ચેના બિઝનેસ-ટુ-બિઝનેસ સંબંધોને વધારવાનો છે. પૉલિટિકલ કૉલમનિસ્ટ પ્રતાપ ભાનુ મહેતા લખે છે કે રુબિયોનું દિલ્હી જવાને બદલે મુંબઈ-જામનગર જવું એ સંકેત હોઈ શકે છે કે અમેરિકા ભારતનાં વ્યાપારી કેન્દ્રો સાથે જોડાઈ રહ્યું છે અને રાજકીય કેન્દ્રને ઓછી તવજ્જો આપી રહ્યું છે. પરંતુ માત્ર વ્યાપારી સોદાઓ પર આધારિત સંબંધ વ્યૂહાત્મક ભાગીદારીને ટકાવી રાખવા માટે પૂરતો ન હોઈ શકે. અદાણી અને ટાટા ગ્રુપના ચેરમેન સાથે પણ મુલાકાત કરશે ગુજરાત જવા પહેલાં અમેરિકાના વિદેશ મંત્રી ભારતના અન્ય મોટા ઉદ્યોગપતિઓ સાથે પણ મુલાકાત કરવાના છે. તેઓ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને ટાટા ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરન સાથે પણ વાતચીત કરશે. આ દરમિયાન બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણ વધારવા અંગે ચર્ચા થશે.
    Click here to Read More
    Previous Article
    તાલાળાના ધારાસભ્ય ભગાભાઈ બારડની યુવાનો માટે અનોખી પહેલ:1 નવેમ્બરે ગીર સોમનાથ જિલ્લા કક્ષાની મેરેથોન યોજાશે;વિજેતા સ્પર્ધકોને આકર્ષક રોકડ ઈનામો આપી પ્રોત્સાહિત કરાશે
    Next Article
    સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી, તાલાલા નજીક ભૂકંપનો આંચકો:2.9ની તીવ્રતા નોંધાઈ, તાલાલાથી 14 કિમી દૂર કેન્દ્રબિંદુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment