Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે વિશ્વ ટીબી દિવસ:પંચમહાલ જિલ્લામાં 2800 એક્ટિવ કેસ, એક વર્ષમાં 242ના મોત

    1 week ago

    આજે 24 માર્ચના રોજ વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવે છે.આરોગ્ય વિભાગના મતે ટીબી એક ગંભીર ચેપી રોગ છે, પરંતુ જો યોગ્ય સમયે યોગ્ય સારવાર આપવામાં આવે તો તે મટી થઈ શકે છે.ટીબીના બેકટરીયા જે હવા મારફતે શરીરમાં પહોંચે છે. આ રોગ ફેફસાંથી શરૂ થાય છે, પરંતુ તે કિડની, આંતરડા, મગજ અને કરોડરજ્જુમાં પણ ફેલાઈ શકે છે. પંચમહાલ જિલ્લામાં વર્ષે ટીબીના 5400 જેટલા કેસો નોધાય છે.વર્ષ 2024-25 માં ટીબીના 242 દર્દીઓના મોત થયા હતા. તાજેતરમાં સરકારે ટીબીને નાબુદ કરવા 100 દિવસનું અભિયાન કર્યું હતુ. અભિયાનમાં આરોગ્ય વિભાગ દ્વારા શરૂઆતમાં જિલ્લામાં સક્રીય ટીબી રોગના દર્દીઓના ધરના સભ્યો તથા આસપાસના ધરોના 3.43 લાખ લોકોમાંથી 28511 લોકોનું સર્વેલન્સ કરવામાં આવ્યુ હતુ. જિલ્લામાં હાલ 2800 ટીબીના એકટીવ કેસ સારવાર કરાવી રહ્યા છે. આજે ટીબી દિવસથી ટીબી નાબુદી માટે અભિયાન શરુ કરવામાં આવનાર છે. જિલ્લાના ટીબીના રોટના હાઇરીક્સ ધરાવતા 152 ગામો નક્કી કરીને સર્વેલન્સ કરવામાં આવશે. આ 152 ગામમાં 14 વર્ષથી વધુ ઉમર ધરાવતા તમામ લોકોને આધુનીક મશીન એકસરે મશીન દ્વારા સ્ક્રેનીંગ કરવામાં આવનાર છે.બાદમાં જિલ્લાના અન્ય ગામો માં પણ ટીબીનું સક્રેનીંગ આરોગ્ય વિભાગ કરવાનુ છે. ત્યારે જિલ્લામાંથી ટીબીને નાબુદ કરવા આરોગ્ય વિભાગ મથી રહ્યું છે. ભાસ્કર ઇનસાઇડ આધૂનિક ટુનાત મશીનથી ટીબીનું રીઝલ્ટ એક કલાકમાં મળે છે ટીબીના રોગને પકડવા આધુનીક ટુનાત મશીનનો ઉપયોગ જિલ્લા આરોગ્ય વિભાગ કરી રહ્યું છે. જિલ્લામાં 15 ટુનાત મશીન પીએચસી અને સીએચસી ખાતે રાખવામાં આવ્યા છે.ટુનાત મશીન એ ટીબી (ક્ષય) ના નિદાન માટેની અત્યંત આધુનિક અને ઝડપી ટેકનોલોજી છે. જેનાથી નિદાન પ્રક્રિયાને ઘણી સરળ બનાવે છે.એક સ્વદેશી પોર્ટેબલ અને બેટરીથી ચાલતું મશીન છે. જે Real-Time PCR ટેકનોલોજી પર કામ કરે છે. તે ગળફાના નમૂના દ્વારા ટીબીના જીવાણુઓની તપાસ કરે છે. સામાન્ય લેબોરેટરી ટેસ્ટમાં દિવસો લાગતા હોય છે, જ્યારે ટુનાત મશીન માત્ર 1 થી 1.5 કલાકમાં સચોટ રિઝલ્ટ આપે છે.
    Click here to Read More
    Previous Article
    મતદાર યાદી જાહેર કરાઈ:પંચમહાલ જિલ્લા પંચાયત, 7 તાલુકા અને 2 પાલિકાની મતદાર યાદી જાહેર
    Next Article
    અકસ્માત સર્જાયો:શુભ ગોલ્ડન બંગ્લોઝ ગેટ આગળ કાર અથડાતાંવીજ પોલ તૂટી ગયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment