Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘28 તારીખે કોંગ્રેસ મો સંતાડો અભિયાન ચલાવશે’:ચાવડાએ કહ્યું- ફોર્મ રદ કરાવવા ભાજપના નેતાઓએ દબાણ કરતા ચૂંટણી અધિકારીએ આપઘાત કર્યો, BJPના પૂર્વ MLA કેસરીસિંહ સોલંકી કોંગ્રેસમાં જોડાયા

    1 day ago

    ગુજરાતમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની આગામી ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ઉમેદવારી પત્રકોની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થતાં જ હવે 15 એપ્રિલ સુધી રાજનીતિનો ખેલ ખેલાશે. કોંગ્રેસને હોર્સ ટ્રેડિંગનો ભય સતાવી રહ્યો છે. કોંગ્રેસના મોટાભાગના ઉમેદવારોના ફોન બંધ થઈ ગયા છે અને હવે તેમની વાડાબંધી શરૂ કરી દેવાઈ છે. તો આ તરફ ભાજપ ઉમેદવારી પાછી ખેંચાવી વધુમાં વધુ બેઠક બિનહરીફ કરાવવાની ફિરાકમાં છે. ભાજપના નેતાઓ 20થી 30 લાખ રૂપિયા આપવાની લાલચ આપી કોંગ્રેસના ઉમેદવારોને ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો અને ફોર્મ રદ કરાવવા ભાજપના નેતાઓએ દબાણ કરતા ઉમરગામના ચૂંટણી અધિકારીએ આપઘાત કર્યો હોવાનો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે. આ અંગે રજૂઆત કરવા આજે કોંગ્રેસનું એક ડેલિગેશન રાજ્ય ચૂંટણી આયોગને મળશે. ખેડાના માતર ભાજપના પૂર્વ MLA કેસરીસિંહ સોલંકી કોંગ્રેસમાં જોડાયા છે. અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કોંગ્રેસનો ખેસ પહેરાવ્યો છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ભાજપે સસ્પેન્ડ કર્યા હતાં. તાલુકા પંચાયતમાં સૌધી વધુ ફોર્મ રદ થયા ઉમેદવારી ફોર્મ ચકાસણીના છેલ્લા દિવસે રાજ્યમાં 9,819 ફોર્મ રદ થયા હતા. જેમાં મનપામાં 1,934, નગરપાલિકામાં 1,164, જિલ્લા અને તાલુકા પંચાયતમાં 6,721 રદ કરાયા છે. ઉમેદવારીના આંકડાઓનું વિશ્લેષણ કરતા માલૂમ પડે છે કે સૌથી વધુ રસાકસી તાલુકા પંચાયત સ્તરે જોવા મળી છે. અહીં કુલ 20,000થી વધુ ઉમેદવારી પત્રો ભરાયા હતા, જેમાંથી દસ્તાવેજી કે ટેક્નિકલ ખામીઓને કારણે 6,721 ફોર્મ રદ કરવામાં આવ્યા છે. ઉમેદવારો વચ્ચે તોડજોડની રાજનીતિ શરૂ થઈ ગઈ ચૂંટણી જંગમાં ફોર્મ પરત ખેંચવાની અંતિમ મુદત 15 એપ્રિલ છે ત્યારે ઉમેદવારો વચ્ચે તોડજોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. હરીફ ઉમેદવારોને બેસાડી દેવા માટે સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવવામાં આવી રહી છે. ખાસ કરીને સુરત અને રાજકોટમાં ભૂતકાળના 'નિલેશ કુંભાણી' જેવા કિસ્સાઓનું પુનરાવર્તન ન થાય તે માટે કોંગ્રેસ સતર્ક બની છે. પક્ષે પોતાના અંદાજે 65 જેટલા મજબૂત ઉમેદવારોની વફાદારી જાળવી રાખવા 'મિશન અજ્ઞાત' હેઠળ તેમને સુરક્ષિત અને ગુપ્ત સ્થળોએ ખસેડી દીધા છે. 15 એપ્રિલ બાદ જ સ્પષ્ટ થશે કે ફાઈનલ મેદાનમાં કેટલા ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે.
    Click here to Read More
    Previous Article
    મોદીએ દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કર્યુ:મોદીએ કહ્યું- રસ્તા, હાઈ-વે, હવાઈ માર્ગ, રેલવે, જળમાર્ગો રાષ્ટ્રની ભાગ્ય રેખાઓ; ઉત્તરાખંડમાં રસ્તાઓની રાહ જોવામાં પેઢીઓ બદલાઈ ગઈ
    Next Article
    પોલીસને જોઈને ભગવાનો પ્રયાસ કર્યો પણ ચેઈન સ્નેચરને દબોચી લીધો:વડોદરામાં ચેઇન સ્નેચિંગ, વાહનચોરીના ગુનાઓમાં સંડોવાયેલ અને અમદાવાદમાં પોતાની જ પત્ની પર છરી વડે હુમલાના ગુનામાં વોન્ટેડ રીઢો આરોપી ઝડપાયો, 19 ગુના નોંધાયેલા છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment