Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં મતગણતરીને પગલેડાયવર્ઝન જાહેર:28 એપ્રિલે સવારે 6 વાગ્યાથી અમલ, વૈકલ્પિક રૂટ જાહેર

    9 hours ago

    સાબરકાંઠા સ્થાનિક સ્વરાજની ચૂંટણી-2026 અંતર્ગત હિંમતનગર નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકોની મતગણતરી 28 એપ્રિલ 2026 ના રોજ સરકારી પોલિટેકનિક કોલેજ, મોતીપુરા ખાતે યોજાશે. આ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી સાબરકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ લલિત નારાયણ સિંઘ સાંદુ દ્વારા ટ્રાફિક ડાયવર્ઝનનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ, પોલિટેકનિક હાઇવે ચાર રસ્તાથી સિવિલ હોસ્પિટલના મુખ્ય દરવાજા સુધીનો માર્ગ તમામ પ્રકારના વાહનો અને રાહદારીઓ માટે 28 એપ્રિલ 2026 ને મંગળવારના રોજ સવારના 06:00 થી રાત્રિના 20:00 કલાક સુધી પ્રતિબંધિત રહેશે. વૈકલ્પિક રૂટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ગઢોડાથી મોતીપુરા તરફ આવતા વાહનો સિવિલ સામેની શંકુઝ કેન્સર હોસ્પિટલ કોમ્પ્લેક્સ પાસેથી GIDC ની અંદર થઈ મોતીપુરા તરફ જઈ શકશે. પોલિટેકનિકથી ગઢોડા તરફ જતા વાહનો હાઇવે રોડ થઈ સાબરડેરી ત્રણ રસ્તા તરફથી પસાર થઈ શકશે. શરણમ સોસાયટી અને આદર્શ બંગ્લોઝના રહેવાસીઓ સિવિલ રોડ થઈ ટી.પી. રોડ દ્વારા મોતીપુરા તરફ અવર-જવર કરી શકશે. આ જાહેરનામામાંથી સિવિલ હોસ્પિટલના દર્દીઓ, ઇમરજન્સી સેવાઓ, એમ્બ્યુલન્સ, કોલેજના પ્રોફેસરો, વિદ્યાર્થીઓ તેમજ ચૂંટણી ફરજ પરના અધિકારીઓ અને ઉમેદવારોના વાહનોને મુક્તિ આપવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ વિરુદ્ધ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-131 હેઠળ કાયદેસરની કાર્યવાહી અને દંડ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ખેરવા ગામે ચૂંટણીની અદાવતમાં હુમલો:ભાજપના યુવા મોર્ચાના પૂર્વ પ્રમુખ પર રાતના સમયે 10 શખસોએ હુમલો કરતા ફરિયાદ
    Next Article
    On Fish In Bengal Polls, Babul Supriyo's "Cow Protection" Defence

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment