Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રદૂષણ મુક્ત વાહનોના વપરાશને પ્રોત્સાહન:શહેરના વિવિધ સ્થળોએ 28 ઈલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન સ્થાપવાનું આયોજન, 4 કરોડના ખર્ચનો અંદાજ

    11 hours ago

    વડોદરા શહેરમાં પર્યાવરણની જાળવણી થાય તેવી પરિવહન વ્યવસ્થાને વેગ આપવા અને ગ્રીન મોબિલિટી તરફ એક કદમ ઉઠાવતા વડોદરા મહાનગ૨પાલિકા દ્વારા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. જે અંતર્ગત શહેરના 28 જેટલા મુખ્ય સ્થળોએ ઈવી ચાર્જિંગ સ્થાપવામાં આવશે. જેનાથી ઇલેક્ટ્રિક વાહન ધરાવતા લોકોને સરળતાથી કનેક્ટિવિટી મળી શકે. ભા૨ત સ૨કા૨ની PM E-DRIVE SCHEME હેઠળ આયોજન પ્રદૂષણ મુક્ત વાહનોના વપરાશને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે, ભા૨ત સ૨કા૨ની PM E-DRIVE SCHEME હેઠળ શહેરના વિવિધ પ્રમુખ સ્થળોએ 28 ઈલેક્ટ્રીક વાહન (EV) ચાર્જિંગ સ્ટેશન સ્થાપવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ આધુનિક ચાર્જિંગ સ્ટેશનો પર 56 ચાર્જર પોઈન્ટ વિક્સાવવામાં આવશે, જેનાથી સ્થાનિક નાગરિકોને પોતાના ઈલેક્ટ્રીક વાહનો ચાર્જ કરવા માટે ખૂબ જ સરળતા રહેશે અને ઈવી કનેક્ટિવિટીનું એક મજબૂત માળખું તૈયાર થશે. આગામી સમયમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળી રહે તે માટે કોર્પોરેશન દ્વારા આ મહત્વનું પગલું હાથ ધરવામાં આવ્યું છે. 4 કરોડના ખર્ચે ચાર્જિંગ સ્ટેશન ઉભા થશે આ સમગ્ર પર્યાવરણલક્ષી પ્રોજેક્ટને સાકાર કરવા માટે અંદાજિત કુલ રૂપિયા 4 કરોડનો મોટો ખર્ચ થવાની સંભાવના છે. આ નાણાકીય જરૂરિયાતને પહોંચી વળવા કેન્દ્ર સરકાર તરફથી પણ મોટો આર્થિક સહયોગ મળ્યો છે. જેમાં ભા૨ત સ૨કા૨ના મિનિસ્ટ્રી ઓફ હેવી ઈન્ડ્રસ્ટીઝ દ્વારા રૂપિયા 1.75 કરોડની માતબર ગ્રાંટને મંજૂરી આપવામાં આવી છે. શહે૨માં દિન-પ્રતિદિન વધતા જતા ઈલેક્ટ્રીક વાહનોના ઉપયોગ અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ ચાર્જિંગ સ્ટેશનો આધુનિક પદ્ધતિથી સજ્જ હશે. આ પ્રોજેક્ટનું સંચાલન અને વિકાસ પ્રોફેશનલ ચાર્જ પોઈન્ટ ઓપરેટર્સ (CPOs) દ્વારા કરવામાં આવશે. જેથી વાહન ચાલકોને કોઈપણ પ્રકારની અડચણ વિના ઝડપી, સુરક્ષિત અને સુલભ ચાર્જિંગ સુવિધા ચોવીસ કલાક પ્રાપ્ત થઈ શકે. ભૌગોલિક સ્થિતિના અભ્યાસ બાદ લોકેશન નક્કી કરાયા આ આયોજન હેઠળ વડોદરાના ભૌગોલિક લોકેશનનો ખાસ અભ્યાસ કરીને ચાર્જિંગ પોઈન્ટ્સ નક્કી કરાયા છે. પ્રોજેક્ટ અંતર્ગત શહે૨ના મુખ્ય માર્ગો, જાહેર સ્થળો, મહાનગ૨પાલિકાની વિવિધ વહીવટી બિલ્ડીંગો, લોકપ્રિય બગીચાઓ અને તળાવના વિવિધ પાર્કિંગ વિસ્તારોમાં આ આધુનિક EV ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભુ કરવામાં આવશે. કોર્પોરેશનની આ પ્રશંસનીય પહેલ શહેરમાં ગ્રીન સિટી-ક્લીન સિટીના સંકલ્પને વધુ મજબૂત અને સાકાર બનાવશે. આ વ્યવસ્થા વડોદરાને ભવિષ્યમુખી, સ્માર્ટ અને ટકાઉ પરિવહન વ્યવસ્થાની દિશામાં અગ્રેસર કરશે. આ સાથે જ, મહાનગ૨પાલિકા દ્વારા નાગરિકોને પરંપરાગત ઈંધણવાળા વાહનો છોડીને વધુમાં વધુ ઈલેક્ટ્રિક વાહનો અપનાવવા માટે ખાસ પ્રોત્સાહિત ક૨વામાં આવી રહ્યા છે, જેથી આવનારી પેઢીને એક સ્વચ્છ, હરિયાળું અને પ્રદૂષણમુક્ત ભેટમાં આપી શકાય.
    Click here to Read More
    Previous Article
    13 બોલમાં પંજાબે 4 વિકેટ ગુમાવી દીધી:શાર્દૂલે બે ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી, પ્રભસિમરન-કેપ્ટન અય્યર પછી શેડગેને આઉટ કર્યા; રાજ બાવાએ કોનોલીને બોલ્ડ કર્યો
    Next Article
    પાલિકાના મુખ્ય ગેટ પર સ્પીકર ગુંજ્યા, 'સાહેબો, પેટ્રોલ બચાવો':રોજનું 7110 લિટર ઈંધણ વાપરતી SMC હવે કરકસરના મોડમાં, મિટિંગો માટે ધક્કા ખાવાને બદલે ઓનલાઈન થવા આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment