Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાંદીપુરાથી ભાવનગરમાં બાળકનું મોત:13માંથી અત્યાર સુધીમાં 4ના મોત ચાંદીપુરાથી થયાની પુષ્ટી, બાળકોને બચાવવા માટે આટલું કરો

    2 days ago

    રાજ્યના વધુ એક જિલ્લામાં ચાંદીપુરાથી એક બાળકનું મોત થયું છે. ભાવનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી પ્રથમ મૃત્યુનો કેસ સામે આવ્યો છે. વલભીપુર તાલુકાના મેલાણા ગામના 6 વર્ષીય બાળકનું મૃત્યુ થયું છે. 8 જુલાઈએ ભાવનગરની સરકારી હોસ્પિટલમાં બાળકને દાખલ કરાયો હતો અને 9 જુલાઈએ સારવાર દરમિયાન બાળકનું મૃત્યુ થયું હતું. જે બાળકના સેમ્પલ તપાસ માટે મોકલાયા હતા, ત્યારે લેબ રિપોર્ટમાં ચાંદીપુરા વાયરસથી મૃત્યુની પુષ્ટિ થઈ છે. આ રોગચાળાને કારણે ગુજરાતમાં અત્યાર સુધીમાં ચાર બાળકના મોત થયા જેના રિપોર્ટમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ છે. જ્યારે અન્ય 9 બાળ દર્દીના મોત થયા, જેમાં વાયરસના શંકાસ્પદ લક્ષણો હતા. જેના કારણે સમગ્ર રાજ્યનું આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, પંચમહાલમાં 17 અને સાબરકાંઠામાં 13 કેસ નોંધાઈ ચૂક્યા છે. સાબરકાંઠા, પંચમહાલ બાદ હવે ભાવનગરમાં ચાંદીપુરા વાયરસે બાળકનો જીવ લીધો છે. બાળકને તાવ, ચાલવામાં તકલીફ થતા વલભીપુરમાં સારવાર કરાવી ભાવનગર જિલ્લામાં ચાંદીપુરાથી પ્રથમ મૃત્યુનો કેસ નોંધાયો છે. ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારી કે.એમ.સોલંકીએ દિવ્ય ભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, વલભીપુર તાલુકાના મેલાણા ગામમાં રહેતો અને મૂળ મધ્યપ્રદેશનો 6 વર્ષીય બાળક 6 જુલાઈના રોજ જામનગરથી મેલાણા ગામે આવ્યો હતો. ત્યારબાદ તેને તાવ તેમજ ચાલવામાં તકલીફ થતાં પરિવારજનોએ પ્રથમ વલભીપુર ખાતે સારવાર કરાવી હતી. હોસ્પિટલમાં સારવાર સમયે બાળકનું મોત ત્યારબાદ વધુ સારવાર માટે 8 જુલાઈના રોજ બાળકને ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં 9 જુલાઈના રોજ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. બાળકના બ્લડ સેમ્પલ તપાસ માટે ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. ગત રોજ પ્રાપ્ત થયેલા લેબ રિપોર્ટમાં બાળકનું મૃત્યુ ચાંદીપુરા વાયરસના સંક્રમણથી થયું હોવાનું પુષ્ટિ થઈ છે. મેલાણા ગામમાં આરોગ્ય વિભાગે આરોગ્ય તપાસ હાથ ધરી આરોગ્ય અધિકારી કે.એમ.સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, બાળકનો પરિવાર મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે અને હાલ મેલાણા ગામમાં ખેતી મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. ઘટના બાદ આરોગ્ય વિભાગ દ્વારા મેલાણા ગામમાં દવાનો છંટકાવ, સર્વેલન્સ, આરોગ્ય તપાસ તેમજ અન્ય જરૂરી નિયંત્રણાત્મક કામગીરી હાથ ધરવામાં આવી છે. જી.જી. હોસ્પિટલમાં 3 શંકાસ્પદ બાળ દર્દી સારવાર હેઠળ પંચમહાલ અને સાબરકાંઠા બાદ હવે જામનગરમાં પણ ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા છે. જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં હાલમાં દેવભૂમિ દ્વારકાના એક બાળક સહિત કુલ 3 શંકાસ્પદ બાળદર્દી સારવાર હેઠળ છે, જે તમામની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. જયારે હાલ બાળકીનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી. રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ માહિતી મળી શકશે.વાંચો સંપૂર્ણ સમાચાર આ પણ વાંચો: બંદૂકની ગોળી જેવો ખતરનાક વાયરસ, ગુજરાતમાં ચાંદીપુરાની ડરામણી પેટર્ન 2024માં ગુજરાતમાં 82 બાળકોને ભરખી જનારો ચાંદીપુરા વાયરસ આ વખતે પણ કેટલાક બાળકોનો ભોગ લઈ ચૂક્યો છે. જેના કારણે આ વાયરસ શરીરમાં ઘૂસે છે તે સેન્ડ ફ્લાય (ભૂરા રંગની જીણી માખી) ગુજરાતના ગામડાંમાં જ છે? શું આ માખી શહેરમાં હોઈ શકે? ગુજરાતમાં ચાંદીપુરાની પેટર્ન ગોથે ચડાવનારી કેમ છે?વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    અભિષેકે કહ્યું- બંગાળમાં પોલીસની વર્દીમાં ચોરી:મારી ઓફિસ તોડી, ભાજપના ગુંડાઓ સામાન ઉપાડી ગયા; કેસ પેન્ડિંગ હોય તો બુલડોઝર કાર્યવાહી કેમ
    Next Article
    બોટાદમાં આજે 9 કલાક વીજ પુરવઠો બંધ રહેશે:પાવરહાઉસ અર્બન ફીડરમાં ખુલ્લા તાર બદલી MVCC કેબલ નાખવા કામગીરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment