Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં નવરાત્રિના નફામાંથી 28 શહીદ પરિવારોને 28 લાખની મદદ:આયોજક અજય લોરિયાએ 30.60 લાખના નફાનો હિસાબ આપ્યો, 2.60 લાખ દીકરીઓની ફી માટે

    2 days ago

    મોરબીના રવાપર રોડ પર પાટીદાર નવરાત્રિ મહોત્સવ યોજાયો હતો. આ મહોત્સવના નફામાંથી 28 શહીદ પરિવારોને 1-1 લાખ રૂપિયાના ચેક અપાયા. કુલ 28 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી. આયોજક અજય લોરિયાએ જાહેરમાં આ હિસાબ રજૂ કર્યો હતો. અજય લોરિયાના 'સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન' દ્વારા આયોજિત આ મહોત્સવમાં કુલ 30.60 લાખ રૂપિયાનો નફો થયો હતો. તેમાંથી 28 લાખ રૂપિયા શહીદ પરિવારોને અપાયા. બાકીના 2.60 લાખ રૂપિયા પિતા ગુમાવનાર પાટીદાર સમાજની 5થી 7 દીકરીઓની અભ્યાસ ફી માટે વાપરવાની જાહેરાત કરાઈ. ફાઉન્ડેશન વર્ષ 2015થી શહીદ પરિવારોને આર્થિક મદદ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં 329 શહીદ પરિવારોને 5.04 કરોડ રૂપિયાની સહાય અપાઈ છે. લોરિયાએ જણાવ્યું કે, આ વર્ષે આયોજન માટે માત્ર સાત દિવસ મળ્યા હતા, છતાં દાતાઓ અને સભ્યોના સહયોગથી મહોત્સવ સફળ રહ્યો.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં કાઠી દરબાર સમાજના યુવાનો માટે આધુનિક શૈક્ષણિક સંકુલ તૈયાર:સ્માર્ટ ક્લાસ, લાઈબ્રેરી-હોસ્ટેલની સુવિધા, 80 વિદ્યાર્થીને એક સાથે કોચિંગ મળશે; મુખ્યમંત્રી આજે લોકાર્પણ કરશે
    Next Article
    અમરેલી-દામનગર રેલવે ટ્રેક પર ગુડ્સ ટ્રેને સિંહને ટક્કર મારી:ટ્રેક પર માત્ર પૂછડું મળ્યુ, વનવિભાગે સ્કેનિંગની કામગીરી શરૂ કરી; પીપાવાવ પોર્ટથી ઢસા જતી હતી ટ્રેન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment