Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલાઓ, બાળકો માટે પોલીસનું 'ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ' શરૂ:28 દિવસમાં 25 લાખ નાગરિકો સુધી પહોંચવાનો લક્ષ્યાંક, દરેક સાયબર ફરિયાદ પર 24 કલાકમાં કાર્યવાહી

    23 hours ago

    મહિલાઓ અને બાળકો માટે સુરક્ષિત ડિજિટલ વાતાવરણ ઉભું કરવા ગુજરાત પોલીસે રાજ્યવ્યાપી 'ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ' અભિયાનનો પ્રારંભ કર્યો છે. 1 જુલાઈથી 28 જુલાઈ, 2026 સુધી ચાલનારા આ 28 દિવસીય અભિયાન હેઠળ સાયબર સુરક્ષા, જનજાગૃતિ, ટેક્નોલોજી આધારિત પોલીસિંગ અને ઝડપી કાનૂની કાર્યવાહી પર વિશેષ ભાર મૂકવામાં આવશે. અભિયાનનો મુખ્ય હેતુ મહિલાઓ અને બાળકોને સાયબરસ્ટોકિંગ, ઓનલાઈન સતામણી, આઈડેન્ટિટી થેફ્ટ, નાણાકીય છેતરપિંડી સહિતના સાયબર ગુનાઓથી સુરક્ષિત રાખવાનો અને સમગ્ર રાજ્યમાં ભયમુક્ત ડિજિટલ ઈકોસિસ્ટમ ઊભું કરવાનો છે. નાણાકીય નુકસાન અટકાવવું, સાયબર જાગૃતિ વધારવી CID (ક્રાઈમ અને રેલવે)ના DGP ડૉ. કે.એલ.એન.રાવના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા આ અભિયાન અંગે CID ક્રાઈમ (મહિલા સેલ)ના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ અજય ચૌધરીએ જણાવ્યું હતું કે, સંભવિત પીડિતોની અગાઉથી ઓળખ, નાણાકીય નુકસાન અટકાવવું, સાયબર જાગૃતિ વધારવી અને દરેક સ્તરે પોલીસનો ઝડપી હસ્તક્ષેપ સુનિશ્ચિત કરવો એ અભિયાનના મુખ્ય ઉદ્દેશો છે. ફિલ્ડ લેવલ વેરિફિકેશન, પીડિતો સુધી સીધી પહોંચ, ડિજિટલ જાગૃતિ કાર્યક્રમો અને સાયબર ઈન્ટેલિજન્સના ઉપયોગ દ્વારા મહિલાઓ અને બાળકો માટે સુરક્ષિત ઓનલાઈન વાતાવરણ તૈયાર કરવામાં આવશે. અભિયાન અંતર્ગત પોલીસ કર્મચારીઓને સંભવિત ભોગ બનનારા લોકોની ઓળખ, સાયબર એલર્ટની ચકાસણી, કાઉન્સેલિંગ, નેશનલ સાયબર હેલ્પલાઇન મારફતે તાત્કાલિક ફરિયાદ નોંધાવવાની સહાય તેમજ સમયસર ગુનો નોંધાવી તપાસ પૂર્ણ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. સ્થાનિક શી ટીમ્સ જાગૃતિ અભિયાનમાં જોડાશે સાથે જ બેંકો, ટેલિકોમ કંપનીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, રહેણાંક સંસ્થાઓ (RWA), NGO અને સામાજિક આગેવાનો સાથે સંકલન કરીને સાયબર સુરક્ષા અંગે વ્યાપક જનજાગૃતિ ફેલાવવામાં આવશે. સ્થાનિક શી ટીમ્સ અને સમર્પિત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનો ગામડાંથી શહેર સુધી જાગૃતિ કાર્યક્રમો અને હસ્તક્ષેપનું નેતૃત્વ કરશે. 24 કલાકની અંદર પ્રાથમિક પોલીસ કાર્યવાહી જરૂરી આ અભિયાન હેઠળ રાજ્યમાં 25 લાખ નાગરિકોને સાયબર સુરક્ષા અંગે શિક્ષિત કરવાનો, 20 લાખ વિદ્યાર્થીઓને 'સાયબર સેફ્ટી પ્લેજ' લેવડાવવાનો, 10 હજાર શાળાઓ અને 1,500 કોલેજોમાં સાયબર જાગૃતિ કાર્યક્રમો યોજવાનો, 1 લાખ કિશોરીઓને ઓનલાઈન સુરક્ષા અંગે તાલીમ આપવાનો અને 5 હજાર વાલી જાગૃતિ સત્રો યોજવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. ઉપરાંત મહિલાઓ અને બાળકો સંબંધિત દરેક સાયબર ફરિયાદ પર 24 કલાકની અંદર પ્રાથમિક પોલીસ કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવશે. ગુજરાત પોલીસના જણાવ્યા મુજબ 'જાગૃતિ દ્વારા સુરક્ષા, ટેક્નોલોજી દ્વારા તપાસ, કાયદા દ્વારા કાર્યવાહી અને જનસહયોગથી સુરક્ષિત ગુજરાત'એ આ અભિયાનનો મુખ્ય સૂત્ર છે, જે રાજ્યમાં જવાબદાર ડિજિટલ વર્તનને પ્રોત્સાહન આપવા અને સાયબર સ્પેસને વધુ સુરક્ષિત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    બોટાદ સાયબર ક્રાઇમે મ્યુલ હંટ 2.0માં સફળતા મેળવી:₹4.20 લાખના 59 સાયબર ફ્રોડમાં સંડોવાયેલો શખસ ઝડપાયો
    Next Article
    Anshula Kapoor To Marry Rohan Thakkar On July 6, Confirms Boney Kapoor

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment