Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ સાયબર ક્રાઇમે મ્યુલ હંટ 2.0માં સફળતા મેળવી:₹4.20 લાખના 59 સાયબર ફ્રોડમાં સંડોવાયેલો શખસ ઝડપાયો

    1 day ago

    રાજ્યભરમાં ચાલી રહેલા 'ઓપરેશન મ્યુલ હંટ 2.0' અંતર્ગત બોટાદ સાયબર ક્રાઇમ પોલીસને મહત્વની સફળતા મળી છે. વિવિધ રાજ્યોમાં થયેલા કુલ ₹4,20,792ના 59 સાયબર ફ્રોડના વ્યવહારોમાં સંડોવાયેલા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પર આ રકમ પોતાના બેંક ખાતામાં મેળવી સગેવગે કરવાનો આરોપ છે. 'ઓપરેશન મ્યુલ હંટ 2.0' દરમિયાન સમન્વય (NCCRP) પોર્ટલ પરથી શંકાસ્પદ મ્યુલ એકાઉન્ટ ધારકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન, ગઢડા તાલુકાના હરિપર ગામે પવનચક્કી વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ ઓધાભાઈ રોજાસરાનું નામ સામે આવ્યું હતું. તેમની બેન્ક ઓફ ઇન્ડિયાની ગઢડા શાખાના કરંટ ખાતામાં 12 ફેબ્રુઆરી, 2025થી 3 ડિસેમ્બર, 2025 દરમિયાન વિવિધ સાયબર ફ્રોડના કુલ ₹4,20,792 જમા થયા હોવાનું અને તે રકમ સગેવગે કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ તપાસમાં એ પણ જાણવા મળ્યું કે પ્રકાશભાઈ રોજાસરાના આ બેંક ખાતા સામે NCCRP/સમન્વય પોર્ટલ પર દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ 59 સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી છે. આ મામલે બોટાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 317(2) અને 317(4) હેઠળ ગુનો નોંધી આરોપી પ્રકાશભાઈ રોજાસરાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા સમગ્ર નાણાકીય વ્યવહારો તેમજ આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓ અંગે વધુ તપાસ ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં ડૉક્ટર્સ ડેની ઉજવણી:હિમોફીલિયાના દર્દીઓએ ડૉક્ટર્સ અને સ્ટાફનું સન્માન કર્યું
    Next Article
    મહિલાઓ, બાળકો માટે પોલીસનું 'ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ' શરૂ:28 દિવસમાં 25 લાખ નાગરિકો સુધી પહોંચવાનો લક્ષ્યાંક, દરેક સાયબર ફરિયાદ પર 24 કલાકમાં કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment