Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રીવાબા બોલ્યા કોંગ્રેસને જડબાતોડ જવાબ મળશે:નણંદ નયનાબાએ કહ્યું એ તો 28 તારીખે ખબર પડશે; હું ધારત તો 24માંથી કેટલીય બેઠકો બિનહરીફ કરાવી દેત: ઈનામદાર

    2 days ago

    રાજકોટમાં આવેલા રીવાબા જાડેજાએ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા નણંદ નયનાબાને શુભેચ્છા પાઠવી. સાથે જ કહ્યું કે જીત ભાજપની જ થશે મને પૂરો ભરોસો છે. ભાજપના કાર્યકર્તાઓ પર મને પૂર્ણ વિશ્વાસ છે કે 26 તારીખે ભાજપની પેનલના ઉમેદવારોને જંગી બહુમતી સાથે જીતાડશે અને કોંગ્રેસને જડબાતોડ જવાબ આપશે. નણંદ નયનાબાએ પણ ભાભી રીવાબાની શુભેચ્છાનો આભાર માની કહ્યું કે જીત કોની થશે એ તો 28 તારીખે જ ખબર પડશે. વડોદરામાં કેતન ઈનામદારે શેખી મારતા કહ્યું કે હું ધારત તો 24 બેઠકમાંથી કેટલીય બેઠકો બિનહરીફ કરાવી શકત, પણ આપણે ચૂંટણી ચાલુ રાખવી છે. અમદાવાદમાં ભાજપના ઉમેદવારોને ભગાડ્યા અમદાવાદના વધુ એક વોર્ડમાં ભાજપના ઉમેદવારોને રોષનો સામનો કરવો પડ્યો છે. શહેરના ઇન્ડિયા કોલોની વોર્ડમાં પણ પ્રાથમિક સુવિધા ન મળતી હોવાનો આક્ષેપ કરી સ્થાનિકોએ ભાજપના ઉમેદવારોને પ્રચારમાંથી ભગાડ્યા હતા. ‘ગાર્ડન જોઈએ તો ભાજપને ને ચંડોળા જોઈએ તો કોંગ્રેસને મત આપજો’ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ચંડોળા તળાવનો મુદ્દો વેજલપુરના ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે ઉપાડ્યો હતો. ઠાકરે મકતમપુરા વોર્ડના ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટનમાં કહ્યું હતું કે અહીંયા જમીનો ખુબ ખાલી પડી છે. અમને આપો અમે અહીંયા ગાર્ડન બનાવીશું, પરંતુ બીજું ચંડોળા તો નહીં જ બનાવવા દેવાનું. જેને ગાર્ડન જોઈએ એ ભાજપને મત આપશે અને જેને ચંડોળા જોઈએ એ કોંગ્રેસને મત આપશે. જિગ્નેશ મેવાણીને કાળા ઝંડા બતાવ્યા અમદાવાદમાં કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીને કાળા ઝંડા બતાવી હાય હાયના નારા લાગ્યા હતા. ગઇકાલે(19 એપ્રિલ) સ્ટાર પ્રચારક જિગ્નેશ મેવાણીએ સરસપુર-રખિયાલ વોર્ડના ઉમેદવારોના પ્રચાર માટે રેલી યોજી હતી. જેમાં પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ સહિતના નેતાઓ પણ જોડાયા હતા. પરંતુ ટિકિટના વિવાદના કારણે રેલી જ્યારે મન્સૂરીની ચાલી પાસે પહોંચી ત્યારે કેટલાક સ્થાનિક કાર્યકર્તાઓએ સ્ટાર પ્રચારક અને ઉમેદવારનો વિરોધ કર્યો હતો. મોટી સંખ્યામાં કોંગ્રેસના સ્થાનિક કાર્યકર્તાઓએ કાળા ઝંડા ફરકાવી વિરોધ નોંધાવ્યો હતો. તો બીજી તરફ રેલીમાં જોડાયેલા કાર્યકર્તાઓએ જીતેગા ભાઈ જીતેગા પંજા વાલા જીતેગાના નારા લગાવ્યા હતા. તેમજ વિવાદ વધારે ન થયા તે માટે મોટી સંખ્યામાં પોલીસ પણ રાખવામાં આવી હતી. અસારવામાં ભાજપ ઉમેદવારની રિક્ષા રેલી અમદાવાદના અસારવા વિસ્તારમાં ભાજપના ઉમેદવારોએ રિક્ષા રેલી યોજી હતી. ચારેય ઉમેદવારોએ રિક્ષામાં બેસીને પ્રચાર કર્યો હતો. અસારવા વોર્ડમાં દશરથ પટણી નામના રિક્ષા ચાલકને ભાજપે ટિકિટ આપી છે ત્યારે જન સમર્થન રિક્ષા રેલી રામેશ્વર ચાર રસ્તાથી નેતાજીનગર સુધી યોજવામાં આવી હતી. જેમાં અંદાજે 100 રિક્ષાઓ જોડાઈ હતી. દિવસભરની પળેપળની અપડેટ્સ માટે નીચેના બ્લોગમાંથી પસાર થઈ જાવ
    Click here to Read More
    Previous Article
    JEE Mains Session 2 Result 2026 Live Updates: Final answer keys out, results soon
    Next Article
    ભરૂચમાં AAP સાંસદ માલવિન્દ્રસિંગ કાંગનું નિવેદન:સરકાર દ્વારા AAPના કાર્યકરો અને સમર્થકોને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment