Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ફોલોઅપ‎:પંચમહાલના 2.79 કરોડના કૌભાંડમાં જિલ્લા પ્રોજેકટ કો- ઓર્ડિ.ની બનાવટી સહીઓ બિબાવાળા સિક્કાથી થઇ હતી

    9 hours ago

    પંચમહાલ સમગ્ર શિક્ષા અભિયાનના 2.79 કરોડની ઉચાપતના મામલામાં જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટરની બનાવટી સહીઓ બિબાવાળા સિક્કાથી કરી હોવાની આશંકા સેવાઇ રહી છે. ભેજાબાજોએ કાંભાંડની ફાઇલો પોતાની પાસે રાખી હતી. ત્યારે પોલીસ સમગ્ર મામલાની તપાસ ચાલુ કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લાના સમગ્ર શિક્ષા અભિયાનના પૂજનકુમાર રમેશચંદ્ર જોષી, તત્કાલીન હિસાબી અધિકારી (રહે. હડીયોલ, સાબરકાંઠા) અને નિતિનકુમાર જયંતીભાઇ પટેલ, તત્કાલીન ઓ.આઇ.સી. (QEM) (રહે. વામોજ, સાબરકાંઠા)એ સમગ્ર ઉચાપત ગંધ ના આવે તેવી રીતે કરી છે. વર્ષ 2021થી અત્યાર સુધીની સમગ્ર શિક્ષા અભિયાનની ગ્રાન્ટના બેંક સ્ટેટમેન્ટ સહિતની ચકાસણી કરતાં વર્ષ 2024થી વર્ષ 2026 સુધી શાળામાં સાધનો નહિ આપીને 2.79 કરોડની ઉચાપતની ફરિયાદ નોંધાવી છે. ભેજાબાજોએ સરકારી ખરીદીની નિયત પ્રક્રિયા કર્યા વગર બનાવટી બિલો બનાવી તેને સાચા તરીકે ઉપયોગ કર્યો હતો. વિવિધ એજન્સીઓને નાણાં ચૂકવ્યા હોવા છતાં, શાળાઓ કે કલસ્ટર કક્ષાએ કોઇ પણ પ્રકારના સાધનો (એન્ટિ વાયરસ, સ્માર્ટ પેનલ, ફાયર સેફટી ઇક્વિપમેન્ટ વગેરે) પૂરા પાડવામાં આવ્યા ન હતા. જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટરની બનાવટી સહીઓ અને સિક્કાઓનો ઉપયોગ કરી બોગસ વાઉચર ફાઇલો તૈયાર કરવામાં આવી હતી. કૌભાંડની ફાઇલો જોતાં જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટરની સહી ખાસ પ્રકારના સહીના બિબાના સિક્કાથી કરવામાં આવી હોવાની આંશકા સેવાઇ રહી છે. તેમજ જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર રજા પર હતા તે દિવસોમાં પણ બનાવટી સહીઓ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. બોગસ સહીઓ કરેલી ફાઇલો ભેજાબાજોએ પોતાની પાસે રાખી હતી. નોટિસ આપ્યા બાદ કચેરીમાં ફાઇલો જમા કરાવી હતી. ત્યારે એજન્સીઓને સરકારી ગ્રાન્ટ નાણાં જમા થયા બાદ એજન્સીઓમાંથી નાણાં કોના ખાતામાં જમા થયા તે પોલીસ તપાસમાં બહાર આવશે. જ્યારે પૂજન જોષી નોકરીમાં છૂટા થયા બાદ રાત્રે 12 વાગે ઓટીપીથી ઓનલાઇન નાણાં એજન્સીઓએ ટ્રાન્સફર કર્યા છે. રાજકોટની એજન્સીઓને મોકલેલા પત્રો પરત આવ્યા છે કારણ કે તે સરનામે કોઇ વ્યક્તિ મળી આવી ન હતી. જેથી એજન્સીઓની શંકાસ્પદ ભૂમિકા જોવા મળી રહી છે. ત્યારે જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટરની બનાવટી સહીઓ અને સિક્કા કયાંથી બનાવ્યા તે પોલીસ તપાસમા બહાર આવશે. ગાંધીનગરની ટીમે રવિવારે પણ તપાસ ચાલુ રાખી જિલ્લા સમગ્ર શિક્ષા અભિયાનમાં કરાર આધારિત બે કર્મીઓએ 2.79 કરોડની ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાયા બાદ ગાંધીનગરની કચેરી એક્ટિવ થઇ છે. રાજ્ય સમગ્ર શિક્ષા અભિયાનની કચેરીના 5 સભ્યોની ટીમ ગોધરા ખાતે પહોંચીને તમામ દસ્તાવેજોની ચકાસણી કરી રહી છે. બીજા દિવસે રવિવારે પણ ટીમ શાળાઓના પત્ર સાથે બિલ, દસ્તાવેજોની બારીકાઇથી તપાસ કરી રહી છે. ટીમ સમગ્ર મામલાની તપાસ કરીને સમગ્ર શિક્ષા અભિયાનના સચિવને રીપોર્ટ સોંપશે.
    Click here to Read More
    Previous Article
    રખડતા આખલાએ લીધો માસૂમનો જીવ:ખંભાળિયામાં રખડતા આખલાના ‎હુમલામાં 13 વર્ષના બાળકનું મોત‎
    Next Article
    ભાસ્કર એનાલિસિસ‎:નીટ ; પેપર સરળ રહેતાં કટ-ઓફ માર્કસ ઊંચું જવાની શક્યતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment