Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં રૂ. 2.79 કરોડનું ઉચાપત કૌભાંડ:ગાંધીનગરથી ટીમ ગોધરા પહોંચી, સમગ્ર શિક્ષા વિભાગમાં તપાસ શરૂ

    1 week ago

    પંચમહાલના સમગ્ર શિક્ષા વિભાગમાં રૂ. 2.79 કરોડના ઉચાપત કૌભાંડ મામલે ગાંધીનગરની એક ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ ટીમ ગોધરા સ્થિત શિક્ષણ વિભાગની કચેરીમાં જરૂરી ફાઈલો અને દસ્તાવેજોની ચકાસણી કરી રહી છે. ગાંધીનગરથી આવેલી 4 થી 5 સભ્યોની ટીમ દ્વારા સમગ્ર શિક્ષા જિલ્લા પ્રોજેક્ટ સંબંધિત દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. આ સમગ્ર પ્રક્રિયા ગુપ્ત રીતે હાથ ધરવામાં આવી રહી છે, અને મીડિયાને કવરેજથી દૂર રાખવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. આ કૌભાંડ અંગે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના બે કર્મચારીઓ અને ચાર એજન્સીઓ વિરુદ્ધ કુલ રૂ. 2,79,59,816/- (બે કરોડ ઓગણએંસી લાખ ઓગણસાઠ હજાર આઠસો સોળ રૂપિયા) ની ઉચાપતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં હિસાબી અધિકારી પૃજળકુમાર રમેશચંદ્ર જોષી અને મદદનીશ કોઓર્ડિનેટર નિતિનકુમાર જયંતીલાલ પટેલના નામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જે.એસ. કોમ્પ્યુટર (ગોધરા), શ્રી રામ એન્ટરપ્રાઈઝ (રાજકોટ), વેદીકા એન્ટરપ્રાઈઝ (રાજકોટ) અને અક્ષર સેફટી પ્રોડક્ટસ (રાજકોટ) ના માલિકો વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે. આરોપીઓએ સરકારી નિયમો મુજબની ખરીદી પ્રક્રિયાનું પાલન કર્યા વિના બનાવટી બિલો બનાવ્યા હતા. આ બિલોને સાચા તરીકે ઉપયોગ કરીને સરકારી ગ્રાન્ટમાંથી નાણાં ચૂકવવામાં આવ્યા હતા. તમામ એજન્સીઓએ સાધનો પૂરા પાડ્યા ન હોવા છતાં નાણાં મેળવી લીધા હતા. આ કૌભાંડ વર્ષ 2024-2025 અને 2025-2026 દરમિયાન આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. કરાર આધારિત કર્મચારીઓએ ખાનગી એજન્સીઓ સાથે મળીને આ ઉચાપત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં બે માર્ગોના નવીનીકરણ માટે મંજૂરી:મંત્રી કૌશિક વેકરીયાના પ્રયાસથી ₹315 લાખના કામોને વહીવટી મંજૂરી મળી
    Next Article
    ખોડલધામ મંદિરે મળેલી મીટીંગમાં મહોત્સવની રૂપરેખા ઘડાઈ:19થી 21 જાન્યુઆરી દરમિયાન દશાબ્દી મહોત્સવની ઉજવાશે, 1008 કુંડી મહાયજ્ઞ, લોકડાયરો, મહારાસ, મહા ધર્મસભાનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment