Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તળાવીયા શનાળા પાસે દારૂ ભરેલી કાર સાથે એક શખ્સ પકડાયો:276 બોટલ દારૂ, કાર અને મોબાઈલ સહિત ₹4.09 લાખનો મુદ્દામાલ જપ્ત; ત્રણની શોધખોળ

    1 day ago

    મોરબી તાલુકાના તળાવીયા શનાળા ગામ પાસે પોલીસે દારૂ ભરેલી એક ઇકો કાર પકડી પાડી છે. કારમાંથી ૨૭૬ બોટલ વિદેશી દારૂ મળ્યો હતો. પોલીસે એક શખ્સની ધરપકડ કરી ૪.૦૯ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તાલુકા પોલીસની ટીમે બાતમીના આધારે તળાવીયા શનાળાથી પીપળી તરફ જતા કાચા રસ્તે દરોડો પાડ્યો હતો. પોલીસે GJ-13-CA-1852 નંબરની ઇકો કાર સાથે ધર્મેન્દ્રભાઈ ઉર્ફે કાનો ડાયાભાઈ હડીયલ (ઉં.વ. 21, રહે. રાવળીયાવદર, ધ્રાંગધ્રા) ને પકડ્યો હતો. પોલીસે કારમાંથી ૧,૯૪,૪૬૦ રૂપિયાની ૨૭૬ બોટલ વિદેશી દારૂ, ૨ લાખ રૂપિયાની ઇકો કાર અને ૧૫ હજારનો મોબાઈલ ફોન જપ્ત કર્યો. પૂછપરછમાં વિજયભાઈ રાતડીયા (સડલા), રોહિતભાઈ (મકનસર) અને રોહિતભાઈ રાજેશભાઈ કગથળા (તળાવીયા શનાળા) ના નામ ખુલ્યા છે. પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે મૂકબધિર શાળાની મુલાકાત લીધી:બાળકો સાથે સમય વિતાવ્યો, તિથિ ભોજન કરાવ્યું, દીકરીઓને ભેટ આપી
    Next Article
    FDA Crackdown On 'Unsafe Food': Patanjali Foods Get Recall Order Of Sale Of Cow Ghee's Batch In MP

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment