Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તલોદ ચોરીનો આરોપી વડોદરાથી ઝડપાયો:પાંચ વર્ષથી ફરાર રૂ. 2.75 લાખની ચોરી કરનાર LCBની પકડમાં.

    3 days ago

    સાબરકાંઠા સ્થાનિક ગુના શોધક શાખા (LCB)ની ટીમે 5 વર્ષ અગાઉ તલોદ ખાતે આવેલી સોપારીની દુકાનમાં થયેલી ₹2.75 લાખની ચોરીના મામલે નાસતા ફરતા આરોપીને વડોદરાથી સફળતાપૂર્વક ઝડપી પાડ્યો છે. દુકાનનું તાળું તોડી સોપારી અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયેલા આ શખ્સને પકડીને પોલીસે આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી અર્થે તલોદ પોલીસ મથકે હવાલે કર્યો છે. ટેલિફોનિક બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી આ સમગ્ર સફળ કામગીરી અંગે માહિતી આપતાં એલસીબીના પીઆઈ ડી.સી.સાકરિયાએ જણાવ્યુ હતું કે, પીએસઆઈ વીઆર ચૌધરી ને ચોક્કસ બાતમી મળી હતી. જે મુજબ, 5 વર્ષ પહેલાં તલોદમાં આવેલી સોપારીની દુકાનનું તાળું તોડી મહીસાગર જિલ્લાના ડેભારી ગામનો નિવાસી રાજેન્દ્ર કેશવલાલ સુથાર ચોરીની ગંભીર ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયો હતો. દુકાનમાંથી સોપારી અને રોકડની ચોરી થઈ હતી આરોપી રાજેન્દ્ર સુથારે સોપારીની દુકાનમાંથી આશરે ₹2,70,000ની કિંમત ધરાવતા સોપારીના 15 કટ્ટા અને ₹5,340ની રોકડ રકમ મળીને કુલ ₹2,75,340 (અંદાજિત ₹2.75 લાખ)ની મત્તાની ચોરી કરી હતી. આ બનાવ અંગે તે સમયે તલોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ આરોપી રાજેન્દ્ર સતત પોતાના ઠેકાણા બદલીને નાસતો ફરતો હતો. વડોદરાની ગોલ્ડન ચોકડી પાસેથી આરોપી ઝડપાયો દરમિયાન સાબરકાંઠા LCBને ચોક્કસ બાતમી મળી હતી કે રાજેન્દ્ર સુથાર હાલ વડોદરા શહેરની ગોલ્ડન ચોકડી નજીક ફરી રહ્યો છે. મળેલી વિગતોના આધારે પોલીસ ટીમે ત્વરિત વડોદરા પહોંચીને તેની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી, જેમાં તેણે તલોદની સોપારી ચોરીની કબૂલાત કરી હતી. આથી સાબરકાંઠા LCBએ આરોપીની વિધિવત ધરપકડ કરી આગળની તપાસ માટે તેને તલોદ પોલીસને સોંપ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત યુનિવર્સિટી અને ઇન્ફ્લીબનેટ સેન્ટર વચ્ચે 7 વર્ષના MoU:ઈન્ફ્લીબનેટના વૈજ્ઞાનિકો ગુજરાત યુનિ.માં Ph.D. ગાઇડ બનશે, વિદ્યાર્થીઓને મળશે ડિજિટલ લાઇબ્રેરીથી વૈશ્વિક જર્નલ્સ સુધીની સુવિધા
    Next Article
    10.57 લાખથી વધુના વિદેશી દારૂ સાથે ટ્રકચાલકને પકડી પાડ્યો:પતરાના પલંગમાં ગુપ્ત ખાના બનાવી સંતાડ્યો હતો, જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment