Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    10.57 લાખથી વધુના વિદેશી દારૂ સાથે ટ્રકચાલકને પકડી પાડ્યો:પતરાના પલંગમાં ગુપ્ત ખાના બનાવી સંતાડ્યો હતો, જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી

    3 days ago

    ​જૂનાગઢમાં નશાનો કાળો કારોબાર પથરાય તે પહેલાં જ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવતા લાખોના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. તે દરમિયાન શોભાવડાળા તરફથી આવતી એક આઇસર ટ્રકને રોકવાનો પ્રયાસ કરાતાં તેનો ચાલક વાહન લઈને ભાગવા લાગ્યો હતો. પોલીસે તુરંત જ પોતાનું વાહન આડું રાખીને આઇસર ટ્રકને ઊભી રખાવી હતી અને તેના ચાલકની સ્થળ પરથી જ અટકાયત કરી લીધી હતી. ગુપ્ત ખાનાઓમાં પૂંઠાની પેટીઓમાં દમણનો દારૂ હતો ટ્રકના પાછળના ભાગે પતરાના પલંગો મૂકેલા હતા અને તેની તપાસ દરમિયાન પતરાના ભાગ સ્ક્રુ વડે ફિટ કરેલા જોવા મળ્યા હતા. પોલીસે સ્ક્રુ ખોલીને પતરાં ઊંચકીને જોતાં તેની અંદર ગુપ્ત ખાનાઓમાં પૂંઠાની પેટીઓમાં દમણ ખાતેથી લાવવામાં આવેલો ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો મળી આવ્યો હતો. આ દારૂના પ્લાસ્ટિકના ચપટાં છૂટક વેચાણ માટે જૂનાગઢ લઈ આવ્યા હતા. સેલવાસથી દારૂનો જથ્થો બિલખા પહોંચાડે તે પહેલા ઝડપાયો પકડાયેલા આરોપીની ઓળખ બિલખાના મસ્જિદ ચોક વિસ્તારમાં રહેતા 39 વર્ષીય ડ્રાઇવિંગ કરતા તોફીક સતારભાઇ ચૌહાણ તરીકે થઈ છે. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એવો ખુલાસો થયો હતો કે આ દારૂ ભરેલી આઇસર ટ્રક બિલખાના રહીશ નદીમ હનીફભાઇ ચૌહાણ તથા ગુલામેમુસ્તુફા રજાકભાઇ માલવિયાએ સેલવાસ પાસેથી અપાવીને બિલખા પહોંચાડવા માટે આપી હતી. આ અંગે વિસાવદર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને ફરાર અન્ય બે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે. 5.24 લાખના 3960 નંગ પ્લાસ્ટિકના ચપટાં જપ્ત ​પોલીસ કામગીરી દરમિયાન સ્થળ પરથી ભારતીય બનાવટના અલગ-અલગ બ્રાન્ડના દારૂના 3960 નંગ પ્લાસ્ટિકના ચપટાં જેની કિંમત રૂ. 5,34,480 થાય છે તે કબ્જે કરાયા છે. આ સિવાય રૂ. 10,000 ની કિંમતનો 1 મોબાઈલ ફોન, રૂ. 12,000 ના 6 પતરાના પલંગ, રૂ. 940ની રોકડ રકમ અને રૂ. 5,00,000ની કિંમતનો આઇસર ટ્રક મળી કુલ રૂ. 10,57,420નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સફળ કામગીરી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કૃણાલ એમ. પટેલ, પો.સ.ઇ. ડી.પી. ભાટી, એ.એસ.આઇ. સામતભાઇ બારૈયા તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ ભનુભાઇ ઓડેદરા, પ્રતિકભાઇ ઠાકર અને પૃથ્વીરાજસિંહ વાળા સહિતના સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    તલોદ ચોરીનો આરોપી વડોદરાથી ઝડપાયો:પાંચ વર્ષથી ફરાર રૂ. 2.75 લાખની ચોરી કરનાર LCBની પકડમાં.
    Next Article
    પ્રકૃતિના ખોળે વસેલું મનમોહક ડોન ગામ:સહ્યાદ્રિની હરિયાળી અને ઝરણાંનો અદભુત નજારો; સાપુતારા બાદ ડાંગનું બીજું ઊંચું પ્રવાસન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment