Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણા જિલ્લામાં જમીન વિવાદ સંબંધિત ફરિયાદો વધી:ગત વર્ષે કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગ 273 અરજી નોંધાઈ, 134 અરજીમાં પક્ષકારો વચ્ચે પરસ્પર સમાધાન

    10 hours ago

    કહેવાય છે કે 'જર, જમીન અને જોરું,ત્રણેય કજીયાના છોરું', આ કહેવત વર્તમાન સમયમાં મહેસાણા જિલ્લામાં સાચી સાબિત થઈ રહી છે.જિલ્લામાં જમીનના ભાવ કરોડો રૂપિયાએ પહોંચતા જમીન સંબંધી તકરારો અને વિવાદોમાં મોટો વધારો જોવા મળ્યો છે.ખાસ કરીને લેન્ડ ગ્રેબિંગ વિરોધી કાયદા હેઠળ સરકારી ચોપડે નોંધાતી અરજીઓની સંખ્યામાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. લેન્ડ ગ્રેબિંગની 273 અરજી ને 134 અરજીમાં પક્ષકારો વચ્ચે પરસ્પર સમાધાન મહેસાણા અધિક કલેક્ટર જશવંત જેગોડાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર પાસે જમીન વિવાદને લગતી અસંખ્ય અરજીઓ આવી રહી છે.ગત વર્ષ દરમિયાન જિલ્લા કલેક્ટર કચેરી ખાતે લેન્ડ ગ્રેબિંગ હેઠળ કુલ 273 અરજીઓ પ્રાપ્ત થઈ હતી. તંત્ર દ્વારા આ તમામ અરજીઓની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. જે પૈકી 134 જેટલી અરજીઓમાં પક્ષકારો વચ્ચે પરસ્પર સમાધાન થયું હોય અથવા માપણી જેવા ટેકનિકલ પ્રશ્નો હોય તેવા કિસ્સાઓમાં જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી અરજીઓ ફાઈલ કરવામાં આવી છે. કોઈ કિસ્સો ગુનો દાખલ કરવા પાત્ર છે કે નહીં તેનો નિર્ણય કલેક્ટરના અધ્યક્ષ સ્થાને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદોમાં તંત્ર દ્વારા અત્યંત પદ્ધતિસરની તપાસ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં પ્રાંત અધિકારી, નાયબ મામલતદાર અને જરૂર જણાય ત્યાં તાલુકા વિકાસ અધિકારી કે ચીફ ઓફિસરનો વિગતવાર અહેવાલ મંગાવવામાં આવે છે. કોઈ કિસ્સો ગુનો દાખલ કરવા પાત્ર છે કે નહીં તેનો નિર્ણય જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળેલી હાઈપાવર કમિટી દ્વારા લેવામાં આવે છે. આ કમિટીમાં જિલ્લા પોલીસ વડા , જિલ્લા વિકાસ અધિકારી, મ્યુનિસિપલ કમિશનર અને સભ્ય સચિવ તરીકે RAC ફરજ બજાવે છે. 6 કિસ્સાઓમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ અધિક કલેક્ટરે વધુમાં જણાવ્યું કે જે અરજીઓમાં પ્રથમ દ્રષ્ટિએ તથ્ય જણાય ત્યાં બંને પક્ષોને રૂબરૂ સાંભળવામાં આવે છે.ચર્ચા-વિચારણા અને તપાસના અંતે જે કેસ અત્યંત ગંભીર જણાયા છે તેવા 6 કિસ્સાઓમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવવાના કડક આદેશો આપવામાં આવ્યા છે. જમીનોના વધતા ભાવને કારણે પેદા થતા ભૂમાફિયાઓ અને ગેરકાયદે કબ્જો જમાવનારા તત્વો સામે તંત્રની આ કાર્યવાહીથી ફફડાટ પેસી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    બેંક ખાતાને નેટ બેન્કિંગના માધ્યમથી હેક કરી 20 લાખની છેતરપિંડી:સાયબર ક્રાઇમે ત્રણને દબોચ્યા, રૂ. 7.44 લાખ પરત અપાવ્યા; રાજકોટમાં સાયબર માફિયાઓનો આતંક
    Next Article
    વડોદરામાં દંપતીનો પોલીસ પર હુમલો, VIDEO:ઝપાઝપી કરીને છુટ્ટા પથ્થરના બ્લોક માર્યા, શર્ટ પણ ફાડી નાખ્યો; ડ્રાઇવરે કહ્યું-બંને પીધેલા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment