Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેંક ખાતાને નેટ બેન્કિંગના માધ્યમથી હેક કરી 20 લાખની છેતરપિંડી:સાયબર ક્રાઇમે ત્રણને દબોચ્યા, રૂ. 7.44 લાખ પરત અપાવ્યા; રાજકોટમાં સાયબર માફિયાઓનો આતંક

    13 hours ago

    રાજકોટમાં સાયબર ફ્રોડમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક ફ્રોડની ઘટના સામે આવી હતી. જેમાં રૂ. 19,99,400ની છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનાનો ભેદ ઉકેલવામાં સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી છે. સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે ત્રણ આરોપીઓને ઝડપી લઈ રૂ. 7,44,400 ની રકમ રિકવર કરી છે. હાલ પોલીસે બાકીની રકમ રિકવર કરવા સહિતના મામલે આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે. બેંક ખાતાને નેટ બેન્કિંગના માધ્યમથી હેક કરી 19.99 લાખની છેતરપિંડી ડિજિટલ યુગમાં સામાન્ય માણસની મહેનતની કમાણી હડપ કરવા માટે સાયબર ગઠિયાઓ અવનવા કીમિયા અપનાવતા હોય છે. રાજકોટમાં બનેલી આ ઘટનામાં પણ ભેજાબાજ ગુનેગારોએ ફરિયાદીના બેંક ખાતાને નેટ બેન્કિંગના માધ્યમથી હેક કરી લીધું હતું. અને કોઈને ગંધ સુધ્ધાં ન આવે તે રીતે ટેકનોલોજીનો દુરુપયોગ કરી, આ ઠગબાજોએ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા ખાતામાંથી રૂ. 19,99,400ની મત્તા સેરવી લીધી હતી. જ્યારે ફરિયાદીને આ બાબતની જાણ થઈ ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા, 2023 અને આઈ.ટી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ઉના અને રાજકોટના વિસ્તારોમાંથી ત્રણ આરોપી ઝડપાયા પોલીસની તપાસ દરમિયાન ટેકનિકલ એનાલિસિસ અને ખાનગી બાતમીદારોની મદદથી આ મામલે 3 શખ્સોના લોકેશન ટ્રેસ કરવામાં આવ્યા હતા. પોલીસની અલગ-અલગ ટીમોએ દરોડા પાડીને ઉના અને રાજકોટના વિસ્તારોમાંથી ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં 43 વર્ષીય વિનોદભાઈ તારાચંદ ભોજવાણી (રહે. ઉના, જી. ગીર સોમનાથ), 24 વર્ષીય યશભાઈ પ્રફુલભાઈ જાદવ (રહે. વર્ધમાન નગર, રાજકોટ) અને 20 વર્ષીય મહમ્મદદાનિશ મોહમ્મદસિદ્દિક સિપાઈ (રહે. બાપુનગર, રાજકોટ) નો સમાવેશ થાય છે. કમિશન સાથે નાણાં ઉપાડીને અન્ય સુધી પહોંચાડતો આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં વિનોદ ભોજવાણી નામના આરોપીના ખાતામાં ફ્રોડના નાણાં જમા થતા હતા અને તે નાણાં ઉપાડીને અન્ય સુધી પહોંચાડતો હતો. જ્યારે યશભાઈ જાદવ નાણાંની હેરફેરીમાં મદદ કરવા બદલ કમિશન મેળવતો હતો. મહમ્મદદાનિશ પણ આ નાણાંની લેવડદેવડમાં સક્રિય રીતે સંકળાયેલો હતો અને તેને આ છેતરપિંડીના નાણાંમાંથી હિસ્સો પણ મળ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. હાલ પોલીસે પ્રાથમિક તબક્કે રૂ. 7,44,400 રિકવર કર્યા છે અને ટોળકીના અન્ય તાર ક્યાં જોડાયેલા છે તે દિશામાં તપાસ તેજ કરી છે. સાયબર ફ્રોડથી બચવા માટેની સાવચેતી વધતા જતા સાયબર અપરાધો વચ્ચે નાગરિકોએ ખૂબ જ સતર્ક રહેવું જરૂરી છે. તમારા બેંક ખાતા કે નેટ બેન્કિંગની વિગતો, યુઝર આઈડી, પાસવર્ડ કે મોબાઈલ પર આવતો OTP ક્યારેય કોઈ અજાણી વ્યક્તિ સાથે શેર કરવો જોઈએ નહીં. લોભામણી લિંક્સ કે અજાણ્યા સોર્સ પરથી આવતા મેસેજથી દૂર રહેવું. જો તમારા ખાતામાંથી અનધિકૃત રીતે નાણાં કપાઈ જાય, તો વિલંબ કર્યા વગર તુરંત જ સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરવો અથવા નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર ફરિયાદ નોંધાવવી, જેથી સમયસર નાણાં બ્લોક કરી શકાય અને છેતરપિંડીથી બચી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    Gods in the commons: Noida’s norms ‘on paper’, temples on the ground
    Next Article
    મહેસાણા જિલ્લામાં જમીન વિવાદ સંબંધિત ફરિયાદો વધી:ગત વર્ષે કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગ 273 અરજી નોંધાઈ, 134 અરજીમાં પક્ષકારો વચ્ચે પરસ્પર સમાધાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment