Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પુત્ર અને પુત્રવધૂના વિઝા કરાવવાનું કહી 27 લાખ પડાવ્યા:પોલીસ ફરિયાદ કરવાનું કહેતા 6.25 લાખ જ પરત આપ્યા, કેનેડાના વર્ક પરમિટ વિઝાના બહાને રાણીપના પરિવાર સાથે ઠગાઈ

    10 hours ago

    અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા મહિલાએ તેમના પુત્ર અને પુત્રવધુને કેનેડાના માટે વિઝા કન્સલ્ટન્સીનો સંપર્ક કર્યો હતો. વિઝા કન્સલ્ટન્સીના માલિક અને કર્મચારીએ ભેગા મળીને વર્ક પરમિટ વિઝા આપવાના બહાને 27 લાખ રૂપિયા પડાવ્યા હતા. જો કે વિઝા ના આવતા મહિલાએ પૈસા પરત માંગ્યા તો પૈસા પરત આપ્યા નહોતા. પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપતા 27 લાખ માંથી માત્ર 6.25 લાખ રૂપિયા પરત આપ્યા હતા. બાકીની રકમ પરત ના આપતા મહિલાએ ત્રણ વ્યક્તિ સામે સાબરમતી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પુત્ર અને પુત્રવધૂના વિઝા કરાવવાનું કહી 27 લાખ પડાવ્યા રાણીપમાં રહેતા રેખાબેન પંચાલે ફરિયાદ નોંધાવી છે કે, તેમના દીકરા મયુર પંચાલ અને તેની પત્ની સંજુ પંચાલને કેનેડાના વર્ક પરમીટ વિઝા લેવાના હતા. તેમણે પ્રાનીલ એજ્યુકેશન સર્વિસનો સંપર્ક કર્યો હતો. આ કંપની અરવિંદ તિવારી અને કોમલ તિવારી પતિ પત્ની ભાગીદારીમાં ચલાવતા હતા અને કંપનીમાં વિશાલ ત્રિપાઠી નામનો વ્યક્તિ કામ કરતો હતો. કેનેડાના વર્ક પરમિટ વિઝા માટે 27 લાખ રૂપિયાનો ખર્ચો થશે તેવું જણાવ્યું હતું. રેખાબેન 27 લાખ ભરવા માટે તૈયાર થયા હતા. ત્રણેયે ભેગા મળીને પાસપોર્ટ ના આપીને છેતરપિંડી કરી પૈસા ભરવાનું કહેતા ત્રણે જણાએ ભેગા મળીને કેનેડાના વર્ક પરમીટ વિઝા માટે અલગ અલગ ખર્ચના બહાને ટુકડે ટુકડે પૈસા લેવાનું શરૂ કર્યું હતું, કુલ 27 લાખ પડાવ્યા હતા. જ્યારે પૈસા આપ્યા બાદ પાસપોર્ટ લીધો અને પાસપોર્ટમાં વિઝા હોવાનું બતાવ્યું હતું. પરંતુ ત્રણે જણા ભેગા મળીને પાસપોર્ટ આપ્યો ન હતો અને અલગ અલગ બહાના બતાવતા હતા. 3 સામે ગુનો નોંધાયો રેખાબેને પૈસા પરત આપવાનું જણાવ્યું તો પૈસા પણ પરત આપ્યા ન હતા. રેખાબેન પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપતા 6.25 લાખ રૂપિયા પરત આપ્યા હતા બાકીની રકમ પરત ના આપતા રેખાબેન અરવિંદ તિવારી, કોમલ તિવારી અને વિશાલ ત્રિપાઠી વિરુદ્ધ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    દિલ્હી આગઃ હોટેલ લાઇસન્સ માલિકના નહીં કર્મચારીના નામે:એકાઉન્ટન્ટે કહ્યું- બધા દસ્તાવેજો બળી ગયા; ઘટનાના દિવસે મેટ્રોથી શહેરમાં ફરતો રહ્યો
    Next Article
    ગુજરાત આર્કિયોલોજીકલ ડાયરેક્ટર 5 વિરાસતની મુલાકાતે:મુકેશ શર્માએ બગવાડા દરવાજા સહિત ઐતિહાસિક સ્મારકોની સાચવણીનું આકલન કર્યુ, લોકો સાથે સકારાત્મક ચર્ચા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment