Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૂંટણી જાહેર થતાં જ તંત્ર એક્શન મોડમાં:27 નોડલ ઓફિસર તૈનાત, 6000 કર્મચારીઓને ચૂંટણી ડ્યુટીના આદેશ; સુરતના રસ્તાઓ પરથી રાજકીય હોર્ડિંગ્સ-બેનરોનો સફાયો

    4 days ago

    સુરત સહિત સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવતાની સાથે જ ડાયમંડ સિટી સુરતમાં આદર્શ આચારસંહિતાનો કડક અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકાનું તંત્ર 'એક્શન મોડ'માં આવી ગયું હતું. મનપા કમિશનરના આદેશ અનુસાર, શહેરના તમામ 9 ઝોનમાં સવારથી જ રાજકીય પ્રચારના સાહિત્ય દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ હતી. જાહેર માર્ગો, સરકારી ઇમારતો, વીજળીના થાંભલા અને બ્રિજ પર લાગેલા રાજકીય પક્ષોના બેનરો, હોર્ડિંગ્સ અને ધજા-પતાકાઓને ક્રેન અને જેસીબીની મદદથી હટાવી લેવામાં આવ્યા છે. તંત્રદ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, ખાનગી મિલકત પર પણ પરવાનગી વગર લગાવવામાં આવેલા બેનરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 27 સેકન્ડ લેવલના નોડલ ઓફિસરોની ટીમ તૈનાત વહીવટી તંત્રને સુચારૂ રીતે ચલાવવા અને ચૂંટણી પ્રક્રિયા પારદર્શક બનાવવા માટે સુરત મનપા દ્વારા મોટા પાયે નિમણૂંકો કરવામાં આવી છે. ડેપ્યુટી કમિશનર આર.બી. ભોગાયતાને મુખ્ય નોડલ ઓફિસર તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. તેમની દેખરેખ હેઠળ અન્ય 27 સેકન્ડ લેવલના નોડલ ઓફિસરોની ટીમ તૈનાત કરવામાં આવી છે, જેઓ ખર્ચ પર દેખરેખ, સોશિયલ મીડિયા મોનિટરિંગ અને કાયદો-વ્યવસ્થા જેવી બાબતો પર નજર રાખશે. આ ઉપરાંત, આગામી 48 કલાકમાં સુરત મહાનગરપાલિકાના શિક્ષણ વિભાગ, વહીવટી સ્ટાફ અને પાયાના કર્મચારીઓ મળીને કુલ 6,000 થી વધુ સ્ટાફને ચૂંટણીલક્ષી ફરજના ઓર્ડર ઈશ્યૂ કરી દેવામાં આવશે. આ કર્મચારીઓને મતદાન મથકો પર વ્યવસ્થા જાળવવાથી લઈને મતગણતરી સુધીની વિવિધ તાલીમ પણ આપવામાં આવશે. મનપાના પદાધિકારીઓએ સરકારી ગાડીઓ જમા કરાવી દીધી આચારસંહિતા અમલી બનતા જ રાજકીય પદાધિકારીઓની સત્તા અને સુવિધાઓ પર પણ કાતર ફેરવવામાં આવી છે. ઇલેક્શન એન્ડ સેન્સસ વિભાગના જણાવ્યા અનુસાર, હવે કોઈપણ નવા વિકાસલક્ષી કામોના ટેન્ડર બહાર પાડી શકાશે નહીં કે જૂના કામોના ખાતમુહૂર્ત કે લોકાર્પણ કરી શકાશે નહીં. વર્તમાન સાંસદો અને ધારાસભ્યોની ગ્રાન્ટ હેઠળ મંજૂર થયેલા પરંતુ હજુ સુધી શરૂ ન થયેલા કામો પર પણ તાત્કાલિક અસરથી રોક લગાવી દેવામાં આવી છે. મનપાના પદાધિકારીઓએ પ્રોટોકોલ મુજબ પોતાની સરકારી ગાડીઓ જમા કરાવી દીધી છે અને સરકારી કચેરીઓમાં યોજાતી લોકપ્રતિનિધિઓની બેઠકો પણ સ્થગિત કરી દેવામાં આવી છે. આ કડક નિયમોનો ઉદ્દેશ્ય સત્તાધારી પક્ષ દ્વારા સરકારી મશીનરીનો દુરુપયોગ રોકવાનો છે. આચારસંહિતાનો ભંગ થાય તો 'C-Vigil' એપ પર ફરિયાદ કરો બીજી તરફ, સુરત પોલીસ પણ સુરક્ષા વ્યવસ્થાને લઈને સતર્ક થઈ ગઈ છે. આચારસંહિતાના નિયમ મુજબ, જે લોકો પાસે લાયસન્સ ધરાવતા હથિયારો છે, તેમણે નજીકના પોલીસ સ્ટેશનમાં તે જમા કરાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. શહેરના સીમાડાઓ પર ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે જેથી ગેરકાયદેસર રોકડ રકમ, દારૂ કે અન્ય પ્રતિબંધિત વસ્તુઓની હેરાફેરી અટકાવી શકાય. ચૂંટણી પંચે મતદારોને પણ અપીલ કરી છે કે જો તેઓ ક્યાંય પણ આચારસંહિતાનો ભંગ થતો જુઓ તો 'C-Vigil' એપ દ્વારા તુરંત ફરિયાદ કરે. આમ, આગામી દિવસોમાં સુરત શહેર રાજકીય ગરમાવા સાથે લોકશાહીના આ પર્વની ઉજવણી માટે સજ્જ બન્યું છે.
    Click here to Read More
    Previous Article
    ધંધામાં નુકસાન જતા દિલ્હીનો મગો ચાઈનીઝ ગેંગનો હાથો બન્યો:અમદાવાદના વૃદ્ધ વકીલ સાથે 57 લાખનું સાયબર ફ્રોડ, ક્રાઈમ બ્રાન્ચે ઠગ ટોળીના છ સાગરીતોને ઝડપી પાડ્યા
    Next Article
    India is looking at preferential market access for its products in the US: Goyal

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment