Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડુંગરા પોલીસે 27 ગુમ મોબાઈલ શોધી કાઢ્યા:રૂ. 5.45 લાખની કિંમતના મોબાઈલ 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ માલિકોને પરત કરાયા

    14 hours ago

    વલસાડ જિલ્લાના ડુંગરા પોલીસ સ્ટેશન દ્વારા લોકહિત માટે એક પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત લોકોના ગુમ થયેલા કે ખોવાયેલા રૂ. 5,45,646 ની કિંમતના કુલ 27 સ્માર્ટફોન શોધી કાઢીને તેમના મૂળ માલિકોને સફળતાપૂર્વક પરત કર્યા છે. પોતાના ખોવાયેલા ફોન અચાનક પાછા મળતા અરજદારોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. આ કામગીરી દ્વારા પોલીસે નાગરિકોને તેમની કિંમતી વસ્તુઓ પાછી મેળવવામાં મદદ કરી છે. વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજા તથા વાપી ડિવિઝન DYSP બી.એન. દવેના માર્ગદર્શન હેઠળ ડુંગરા પોલીસ સ્ટેશનના પી.આઈ. બી.એન. ગોહીલની ટીમે ગુમ થયેલા મોબાઈલ શોધી કાઢવા ખાસ ઝુંબેશ હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન ડુંગરા પોલીસ સ્ટેશનના અ.પો.કો. કિશન હરજી પરમારે ભારત સરકારના CEIR PORTAL અને ટેકનિકલ એનાલિસિસનો સચોટ ઉપયોગ કરીને કુલ 27 જેટલા મોબાઈલ ફોન ટ્રેસ કરી શોધી કાઢ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગણદેવી ખાંડ સહકારી મંડળીની આજે ચૂંટણી:16 બેઠકો માટે 87 ઉમેદવારો મેદાનમાં, સહકાર અને સમન્વય પેનલ વચ્ચે જંગ, સાંજે પરિણામ
    Next Article
    "He Started To Get A Little Touchy-Feely": Vijay Varma Reveals Why He Quit Modelling

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment