Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગણદેવી ખાંડ સહકારી મંડળીની આજે ચૂંટણી:16 બેઠકો માટે 87 ઉમેદવારો મેદાનમાં, સહકાર અને સમન્વય પેનલ વચ્ચે જંગ, સાંજે પરિણામ

    15 hours ago

    નવસારી જિલ્લાની પ્રતિષ્ઠિત ગણદેવી ખાંડ સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી આજે યોજાઈ રહી છે. ભર ચોમાસાના માહોલ વચ્ચે પણ સહકારી ક્ષેત્રના આ જંગમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંડળીની 16 બેઠકો માટે કુલ 87 ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર થઈ રહી છે. કુલ 5,800 જેટલા ખેડૂત મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને આગામી વ્યવસ્થાપક સમિતિનું ભવિષ્ય નક્કી કરશે. આ ચૂંટણીમાં મુખ્યત્વે બે પેનલ સામસામે ચૂંટણી લડી રહી છે. 'સહકાર પેનલ'નું નેતૃત્વ અભિષેક પટેલ અને રણજીત પટેલ કરી રહ્યા છે. જ્યારે 'સમન્વય પેનલ' અમિત પટેલની આગેવાની હેઠળ ચૂંટણી લડી રહી છે, જેને ગણદેવી ખાંડ સહકારી મંડળીના પૂર્વ પ્રમુખ જયંતિ પટેલનું પૂરતું માર્ગદર્શન અને સમર્થન મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, 2020ની ચૂંટણી વખતે સામસામે લડેલા અમિત પટેલ અને જયંતિ પટેલ આ વખતે સત્તા મેળવવા માટે એક જ પેનલ હેઠળ સાથે આવ્યા છે. સહકારી ક્ષેત્રના આ બદલાયેલા રાજકીય સમીકરણોએ ખેડૂત મતદારોમાં ચર્ચા જગાવી છે. જયંતિ પટેલ વર્ષો સુધી ગણદેવી ખાંડ સહકારી મંડળીના પ્રમુખ પદે રહી ચૂક્યા છે. હાલ તેઓ નિવૃત્ત જીવન ગાળી રહ્યા હોવા છતાં, સમન્વય પેનલને વિજયી બનાવવા માટે પોતાના વર્ષોના અનુભવનો નિચોડ માર્ગદર્શન સ્વરૂપે પૂરો પાડી રહ્યા છે. બંને પેનલના ઉમેદવારો પોતપોતાની જીતના દાવા કરી રહ્યા છે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સાંજે 6:00 વાગ્યા પછી મતગણતરી હાથ ધરાશે. આ સાથે જ ગણદેવી ખાંડ સહકારી મંડળીમાં આગામી સમયમાં કઈ પેનલનો દબદબો રહેશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના ઘરમાંથી નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ:પાણી-ફ્લેવર મિક્સ કરી બ્રાન્ડના સ્ટિકર મારી ₹5000 સુધીના ભાવે વેચતા, ચાર લોકોને નોકરીએ રાખ્યા હતા
    Next Article
    ડુંગરા પોલીસે 27 ગુમ મોબાઈલ શોધી કાઢ્યા:રૂ. 5.45 લાખની કિંમતના મોબાઈલ 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ માલિકોને પરત કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment