Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચંદ્રુમાણા ગૌરી માતા પાટોત્સવ 27 એપ્રિલે, 2500 શ્રદ્ધાળુ આવશે:વ્યવસ્થા માટે સમિતિઓ બનશે, નવનિર્મિત પ્રવેશદ્વારનું અનાવરણ કરાશે

    5 days ago

    પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે શ્રી ગૌરી માતાના મંદિરનો પાટોત્સવ આગામી વૈશાખ સુદ અગિયારસ, તારીખ 27 એપ્રિલ 2026 ના રોજ યોજાશે. આયોજન અને વિચારણા માટે ટ્રસ્ટી મંડળ અને કારોબારીની એક ઔપચારિક બેઠક ગુરૂવારે યોજાઈ હતી. પાટોત્સવમાં 2500 થી વધુ શ્રદ્ધાળુઓ આવવાની ધારણા છે. બેઠકમાં પાટોત્સવની વ્યવસ્થા માટે વિવિધ સમિતિઓ બનાવવાનો અને યોગ્ય વ્યક્તિઓને તેની જવાબદારી સોંપવાનો નિર્ણય લેવાયો હતો. પાટોત્સવના દિવસે માતાજીના મંદિરના નવનિર્મિત પ્રવેશદ્વારનું તક્તી અનાવરણ કરીને ઉદ્ઘાટન કરવામાં આવશે. શ્રદ્ધાળુઓ માટે ભોજનની વ્યવસ્થા અંગે પણ ચર્ચા થઈ હતી. આ દિવસે 2000 જેટલા શ્રદ્ધાળુઓ માટે ભોજન અને 500 જેટલા શ્રદ્ધાળુઓ માટે ફરાળી ભોજન તૈયાર કરવામાં આવશે. અન્ય મુદ્દાઓમાં પ્રવેશદ્વાર સાથે જોડાયેલી દીવાલનું એલીવેશન, ભારતીય પરંપરાગત બેઠકમાં સાધારણ સભા યોજવી, નવીન ભોજન દાતાનું નામ નક્કી કરવું, દિલીપભાઈ રાજકોટ તરફથી દર વર્ષની જેમ શરબતની સેવા આપવી, જરૂરિયાત મુજબના પાણી પુરવઠાની ઉપલબ્ધિ અને જરૂરી વાસણ સામગ્રીની ખરીદી જેવા વિષયો પર વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં શ્રી ગૌરી માતા દેવસ્થાન ટ્રસ્ટના ઉપપ્રમુખ એલ.ડી.પટેલ, પૂર્વ પ્રમુખ પ્રમોદભાઈ વ્યાસ, મંત્રી સુરેશભાઈ વ્યાસ, ટ્રસ્ટી જ્યોતીન્દ્રભાઈ વ્યાસ, મૂળશંકર વ્યાસ, દિલીપભાઈ વ્યાસ, ભરતભાઈ વ્યાસ, રામજીભાઈ પટેલ, વિનુભાઈ પટેલ, નીતિનભાઈ વ્યાસ સહિત અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને ચર્ચામાં ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ચૈત્રી પૂનમ નિમિત્તે નિખિલભાઇ ગીરીશભાઈ ભગત (સરડોઇ, હાલ મુંબઈ) ના યજમાન પદે અને જીગ્નેશભાઈ દવે, ભરતભાઈ દવે, મેહુલભાઈના આચાર્ય પદે માતાજીનો યજ્ઞ યોજાયો હતો. જ્યારે વાઘેલ નિવાસી સ્વ. ઘેલાભાઈ રામચંદભાઈ મદાત અને સ્વ. ડાયાભાઈ રામચંદભાઈ મદાત પરિવાર દ્વારા ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં ભાજપના 1010 કાર્યકર્તાઓએ દાવેદારી નોંધાવી:આજે 6 વોર્ડના 354 કાર્યકર્તા દાવેદારી નોંધાવી, પૂર્વ મેયર ડવ અમદાવાદના નિરીક્ષક હોવાથી તેમનું ફોર્મ પ્રતિનિધિ રજૂ કર્યું
    Next Article
    'જયશ્રી રામ બોલવામાં તકલીફ હોય એનું જયશ્રી રામ કરી નાખજો':ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાનું હનુમાન જયંતિના કાર્યક્રમમાં વિવાદાસ્પદ નિવેદન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment