Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં ભાજપના 1010 કાર્યકર્તાઓએ દાવેદારી નોંધાવી:આજે 6 વોર્ડના 354 કાર્યકર્તા દાવેદારી નોંધાવી, પૂર્વ મેયર ડવ અમદાવાદના નિરીક્ષક હોવાથી તેમનું ફોર્મ પ્રતિનિધિ રજૂ કર્યું

    5 days ago

    રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઇ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેનો આજે 2 એપ્રિલે બીજો દિવસ છે. આજની સેન્સ પ્રક્રિયામાં વોર્ડ નંબર 9, 10, 11, 12, 16 અને 18 નંબરના કાર્યકર્તાઓ પોતાની દાવેદારી નોંધાવવા નિરીક્ષકો સમક્ષ સેન્સ આપી હતી. આજે બીજા દિવસની સેન્સ પ્રક્રિયામાં કુલ 6 વોર્ડના 354 દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મનપાના પૂર્વ મેયર ડો. પ્રદિપ ડવ અમદાવાદમાં નિરીક્ષક હોવાથી તેમના વતી વોર્ડ નંબર 12માંથી તેમની દાવેદારી તેમના પ્રતિનિધિ દ્વારા નિરીક્ષક સમક્ષ આપવામાં આવશે. બીજા દિવસે પ્રદેશના નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાનું શરૂ આજે સવારે 10 વાગ્યાથી સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં રાજ્ય સરકારના મંત્રી દર્શનાબેન વાઘેલા, જીતુ પટેલ, જીમેશ સેવક, પૂર્વ સાંસદ ભાવનાબેન, યુવા મોરચાના મહામંત્રી ડો. નરેશ દેસાઈ, રાજેન્દ્ર પટેલ, નટુજી ઠાકોર, સુરેશ પટેલ અને સીતાબેન પટેલ નિરીક્ષક તરીકે ઉપસ્થિત રહી દાવેદારોને સાંભળશે. આજે બાકી રહેલા 6 વોર્ડની યાદી મળી કુલ 18 વોર્ડની યાદી બનાવી પ્રદેશમાં મોકલી આપશે. વોર્ડ નંબર 15માં ભાજપ માટે ચેલેંજિંગ રાજકોટ શહેર ભાજપ દ્વારા લેવામાં આવી રહેલ સેન્સ પ્રક્રિયામાં આજે 354 લોકોએ નોંધાવી દાવેદારી જેમાં વોર્ડ નંબર 9માં 79, 10માં 63, 11માં 76, 12માં 31, 16માં 41 અને 18માં 64 દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. આજે બીજા દિવસે વોર્ડ નંબર 12માં સૌથી ઓછા 31 દાવેદારો નોંધાયા છે. ગઈકાલે પ્રથમ દિવસે 1માં 73, 2માં 65, 3માં 56, 8માં 52, 4માં 52, 5માં 44, 6માં 57, 7માં 77, 13માં 40, 14માં 70, અને 17માં 45 દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. ડો. પ્રદીપ ડવ સહિતનાની ઉમેદવારી બીજા દિવસની સેન્સમાં પૂર્વ મેયર મેયર ડો. પ્રદીપ ડવ, પૂર્વ શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, પૂર્વ કોર્પોરેટર શિલ્પાબેન જાવિયા, જીતુ કાટોળીયા, દક્ષાબેન વસાણી, ચેતન સુરેજા, અશ્વિન ભોરણીયા, કંચનબેન સિધ્ધપુરા, રાજેશ્રીબેન ડોડીયા, રણજિત સાગઠીયા, નીરૂભા વાઘેલા, જ્યોત્સ્નાબેન ટીલાળા અને રૂચિતાબેન જોષી દ્વારા ઉમેદવારી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ફ્રાન્સના રાષ્ટ્રપતિ અને તેમની પત્નીની ટ્રમ્પે મજાક ઉડાવી:કહ્યું- મેક્રોન સાથે તેમની પત્ની ખરાબ વર્તન કરે છે, ગાલ પર પડેલા થપ્પડમાંથી તે હજુ બહાર નથી આવ્યા
    Next Article
    ચંદ્રુમાણા ગૌરી માતા પાટોત્સવ 27 એપ્રિલે, 2500 શ્રદ્ધાળુ આવશે:વ્યવસ્થા માટે સમિતિઓ બનશે, નવનિર્મિત પ્રવેશદ્વારનું અનાવરણ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment