Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાળીયાદમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન:27 માર્ચથી 2 એપ્રિલ સુધી કથાનું રસપાન કરાવાશે

    10 hours ago

    બોટાદ જિલ્લાના પાળીયાદ મુકામે સાત દિવસીય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા સંવત 2082 ના ચૈત્ર સુદ-9 (રામનવમી), શુક્રવાર, 27 માર્ચ 2026 થી ચૈત્ર સુદ-15 (હનુમાનજયંતિ), ગુરુવાર, 02 એપ્રિલ, 2026 સુધી ચાલશે. આ ધાર્મિક પ્રસંગે ભાવિક ભક્તોને કથા શ્રવણ કરવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કથામાં વ્યાસપીઠ પરથી અમરેલીવાળા શાસ્ત્રી ચંદ્રેશભાઈ કે. જોષી પોતાની અમૃતવાણીથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથાનું રસપાન કરાવશે. આ પ્રસંગે આશીર્વાદ આપવા માટે અનેક સંતો-મહંતો, આઈ માતાઓ, રાજકીય આગેવાનો, પત્રકારો, સામાજિક આગેવાનો અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. જેમાં 1008 મહામંડલેશ્વર મહંત નિર્મળાબા (વિસામણ બાપુની જગ્યા- પાળીયાદ), ઇન્દ્રભારતી બાપુ, પીરયોગી શેરનાથબાપુ, 1008 મહામંડલેશ્વર મહેન્દ્રનંદગિરીજી મહારાજ, મહંત કિશોરબાપુ, મહંત ભરતબાપુ, મહંત રામકુબાપુ, મહંત વિજયબાપુ, આલકુબાપુ, મહંત દેવુબાપુ, ભયલુબાપુ, મહંત રાજેન્દ્રગીરીબાપુ ગૌસ્વામી, મહંત ભરતગીરીબાપુ ગૌસ્વામી, રામબાલકદાસબાપુ, મહંત બંસીદાસબાપુ, 1008 ભાવેશબાપુ, પરમેશ્વરદાસજી, કંચનઆઈમાં, કંકુકેશરઆઈમાં, મનુઆઈમાં, દેવલઆઈમાં, બેલીઆઈમાં, રૂપલઆઈમાં અને વાલબાઈમાંનો સમાવેશ થાય છે. કથા સ્થળ દ. પ્રતાપભાઈ (પાર્ટી) અનકુભાઈ ખાચરના દેવદત્ત અશ્વ વિકાસ ફાર્મ, પાળીયાદ-રતનપર રોડ, પાળીયાદ ખાતે રાખવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં પ્રમુખ ચુડાસમાના પંપ પરથી પેટ્રોલ - ડીઝલનું વેચાણ બંધ:અફવા ફેલાવવા બદલ પોલીસ ફરિયાદ બાદ HPCL એ ખૂલાસો પૂછ્યો - 48 કલાક વેચાણ બંધ રાખવા આદેશ
    Next Article
    ‘સૌરાષ્ટ્રમાં દર મહિને 10 દીકરી બને છે લવ જેહાદનો શિકાર’:રાજકોટમાં હિન્દુ દીકરીઓની મદદ માટે 9099095525 નંબર જાહેર; રામ મંદિરની પ્રતિકૃતિ સાથે ભવ્ય શોભાયાત્રા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment