Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘સૌરાષ્ટ્રમાં દર મહિને 10 દીકરી બને છે લવ જેહાદનો શિકાર’:રાજકોટમાં હિન્દુ દીકરીઓની મદદ માટે 9099095525 નંબર જાહેર; રામ મંદિરની પ્રતિકૃતિ સાથે ભવ્ય શોભાયાત્રા

    10 hours ago

    આજે રામનવમીના દિવસે રાજકોટમાં રાધેશ્યામ ગૌશાળા અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા "જાત પાત કી કરો વિદાઈ, હિન્દુ-હિન્દુ ભાઈ ભાઈ" સ્લોગન સાથે ભવ્ય રામ જન્મોત્સવ રથયાત્રા નાણાવટી ચોક ખાતેથી પ્રસ્થાન થઈ હતી. જે પૂર્વે અહીં હિન્દુ સમાજના આગેવાનો, સાધુ-સંતો અને પોલીસની ઉપસ્થિતિમાં ધર્મસભા યોજાઈ હતી. જે દરમિયાન હિન્દુ સંગઠન દ્વારા જાહેર કરાયું કે, સૌરાષ્ટ્રમાં દર મહિને 10 દીકરી લવ જેહાદનો શિકાર બને છે, એના માટે સરકાર કાયદાઓ પણ કરી રહી છે. આમ છતાં પણ રાજકોટ શહેર અને જિલ્લામાં કોઈ પણ હિન્દુ દીકરીઓને તકલીફ હોય તો તેઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. 9099095525 નંબર પર ફોન કરી હિન્દુ દીકરીઓ મદદ મેળવી શકે છે. રથયાત્રા દરમિયાન નાના બાળકોએ શિવજીની માફક ડમરું વગાડ્યું હતું તો અયોધ્યામાં સ્થિત રામ મંદિરની પ્રતિકૃતિ સાથેનો મુખ્ય રથ જોવા મળ્યો હતો. આ ઉપરાંત શિવજી, શ્રીકૃષ્ણ, હનુમાનજી, ગણેશજી અને માતાજીની પ્રતિકૃતિ સાથેના ફ્લોટ્સ જોવા મળ્યા હતા. આ રથયાત્રામાં 2000 જેટલા લોકો જોડાયા હતા. ગોંડલ રોડ પરના રામજી મંદિરે રામ જન્મોત્સવની ઉજવણી હિન્દુ આગેવાન મંગેશ દેસાઈએ જણાવ્યું હતું કે, રામ નવમીને અનુલક્ષીને રાધેશ્યામ ગૌશાળા અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભગવાન રામની ભવ્ય રથયાત્રા રાજકોટના રાજમાર્ગો પરથી નીકળી રહી છે. નાણાવટી ચોકથી શરૂ થયેલી આ રથયાત્રા શહેરના અલગ-અલગ માર્ગો પર ફરશે અને ત્યાં તેનું સ્વાગત કરવામાં આવશે, જેમાં અનેક લોકો જોડાયેલા છે. જે બાદ બપોરે 12 વાગ્યે ગોંડલ રોડ ઉપર આવેલા રામજી મંદિર ખાતે ભવ્ય રામ જન્મોત્સવ ઉજવાશે, જેમાં તમામ લોકોને પધારવા માટે આમંત્રણ છે. ‘નાત-જાત ભુલાવીને સમસ્ત હિન્દુ સમાજે એક થવાની જરૂર’ તેમણે વધુમાં જણાવ્યું કે હિન્દુ સમાજ એક થવાની જરૂર છે. તમામે નાત-જાત ભુલાવી અને સમસ્ત હિન્દુ સમાજ એક થઈ આ રથયાત્રામાં જોડાય તેવું આહવાન છે. હિન્દુ દીકરીઓને નિશાન બનાવવામાં આવી રહી છે, જેના માટે ગુજરાત સરકાર દ્વારા અનેક નવા કાયદાઓ બનાવવામાં આવેલા છે, જે બદલ ગુજરાત સરકારને અભિનંદન આપું છું. ‘દીકરીઓને ફરી સમાજમાં જોડવા પ્રયત્નો શરૂ’ આ સાથે જ તેમણે વધુમાં ઉમેર્યું કે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં દર મહિને 10 જેટલી દીકરીઓ લવ જેહાદનો શિકાર થાય છે, જેથી હિન્દુ સંગઠન દ્વારા આવી દીકરીઓને ફરી સમાજમાં જોડવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    પાળીયાદમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન:27 માર્ચથી 2 એપ્રિલ સુધી કથાનું રસપાન કરાવાશે
    Next Article
    9-Month-Old Capybara On Run For More Than A Week After Escaping England Zoo

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment