Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જેસીબી-ડમ્પર કબજે, ખાણ ખનિજ વિભાગને રિપોર્ટ‎:સલાયા પાસે ગેરકાયદે રેતી ખનન-વહન પકડાયું, 26.60 લાખનો મુદ્દામાલ કબજે

    1 day ago

    દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન અને ખનીજ ચોરીની પ્રવૃત્તિઓ સામે પોલીસ તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે જેમાં અનધિકૃત ખનન પ્રવૃત્તિઓને રોકવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સલાયા મરીન પોલીસે વધુ એક સફળ ઓપરેશન પાર પાડતાં ગેરકાયદે રેતી ખનન કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે અને રૂ. 26.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સલાયાથી ગોઇંજ તરફ જતા માર્ગ પર ઘી નદીના પટ વિસ્તારમાં પ્રથમ કોઝવે નજીક સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું હોવાની પોલીસને માહિતી મળી હતી.જેના આધારે પોલીસ ત્વરીત ધસી જતા ત્યાં જેસીબી મશીન દ્વારા મોરમ અને માટી ખસેડીને પાણી ભરાયેલા ખાડામાંથી ઉચ્ચ ગુણવત્તાની રેતી કાઢવામાં આવી રહી હતી અને તે રેતી ડમ્પરમાં ભરી અન્યત્ર લઈ જવાની તૈયારી કરવામાં આવી રહી હોવાનુ ધ્યાને આવ્યુ હતુ. આથી પોલીસે ખનન કામગીરીને અટકાવી હતી અને ગેરકાયદેસર રીતે સરકારી ખનીજ સંપત્તિનું ખનન અને પરિવહન કરતા વાહનચાલકોને રંગેહાથ ઝડપી લીધા હતા. કાર્યવાહી દરમિયાન પોલીસે આશરે રૂ. 15 લાખની કિંમતનું એક જેસીબી મશીન, રૂ. 10 લાખની કિંમતનો ડમ્પર ટ્રક તેમજ રૂ. 1.60 લાખ કિંમતની અંદાજે 32 ટન રેતી સહિત કુલ રૂ. 26.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આ કેસમાં પોલીસે બંને ચાલકો સામે કાર્યવાહી હાથ ધરી છે. જયારે સમગ્ર મામલે ખાણ અને ખનીજ વિભાગને પણ જરૂરી રિપોર્ટ મોકલી આપવામાં આવ્યો છે, જેથી નિયમો અનુસાર આગળની કાર્યવાહી થઈ શકે. ભોગાત નજીક ગેરકાયદે માટી ખનન કરતા ટ્રેકટર સાથે ચાલક ઝબ્બે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ભોગાત ગામ નજીક પીળી તળાવ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસને ગામથી પીળી તળાવ તરફ જતાં માર્ગ પર એક ટ્રેક્ટર શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યું હતું. આથી પોલીસે ટ્રેક્ટરને અટકાવી તપાસ કરતા તેમાં ભરેલી માટી (મોરમ) માટે જરૂરી રોયલ્ટી રસીદ કે પાસ-પરમિટ સહિતના દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું હતું.પોલીસને પ્રાથમિક તપાસ દરમિ્યાન ટ્રેકટર મારફતે ખનિજ સંપત્તિનું નિયમોનું ઉલ્લંઘન કરી ગેરકાયદેસર રીતે ખનન કરવામાં આવ્યું હતું અને તેનું પરિવહન કરવામાં આવી રહ્યું હતું. જેના આધારે પોલીસે ટ્રેક્ટર કબજે કરી તેના ચાલક આનંદ ભીમા લુણા (રહે. ભોગાત)ને ઝડપી પાડ્યો હતો.આ સમગ્ર મામલે પોલીસ મથકે સંબંધિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ગામમાં મગર ઘૂસી આવતા લોકોમાં ભયનો માહોલ:વડોદરા પાસે બિલ ગામના રહેણાંક વિસ્તારમાં 8 ફૂટનો મગર આવી જતા દોડધામ મચી ગઈ, વન વિભાગ અને જીવરક્ષક સંસ્થાએ રેસ્ક્યુ કર્યો
    Next Article
    Indian-Origin Financier Mahender Makhijani Used Sex Parties To Defraud US Bank Of $100 Million

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment