Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફેસબુકની જાહેરખબર જોઈ ગાડીઓ ભાડે આપવી ભારે પડી:ગાંધીનગરમાં વેપારીની 26.50 લાખની પાંચ લક્ઝરી કાર ગઠિયાએ પચાવી પાડી, ઓલા-ઉબેરમાં મૂકવાની લાલચ આપીને છેતરપિંડી કરી

    2 days ago

    સોશિયલ મીડિયાના માધ્યમથી વિશ્વાસ કેળવીને સેક્ટર-8માં રહેતા ગઠિયાએ ઓલા-ઉબેરમાં ગાડીઓ તગડા માસિક ભાડે રાખવાના બહાને અમદાવાદના ટ્રાસ્પોટેશનના વેપારીની 26.50 લાખની કિંમતની પાંચ લક્ઝરી કાર પચાવી પાડી છેતરપિંડી આચરતા સેકટર 7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગાડીઓ ઓલા-ઉબેર ભાડે રાખવાની લાલચ આપવામાં આવી હતી અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં રહેતા અને શ્રી રામ કાર રેન્ટલનો વ્યવસાય કરતા જિતેન્દ્રભાઈ ઠક્કરે ગત 5 ડિસેમ્બર, 2025ના રોજ ફેસબુક પર એક જાહેરાત જોઈ હતી. આ જાહેરાત મુકેશ સોનાજી ઠાકોર (રહે . સેકટર 8, પ્લોટ નંબર 3382 એ2) દ્વારા મૂકવામાં આવી હતી. જેમાં ગાડીઓ ઓલા ઉબેર ભાડે રાખવાની લાલચ આપવામાં આવી હતી. આ જાહેરાત જોઈ જિતેન્દ્રભાઈ લાલચમાં આવીને મુકેશને પથિકા આશ્રમ ખાતે રૂબરૂ મળ્યા હતા. એ વખતે મુકેશે પોતાના ઊંચા બેંક ટ્રાન્જેક્શન બતાવીને તેમને વિશ્વાસમાં લીધા હતા. જેની વાતોમાં આવીને જિતેન્દ્રભાઈએ ત્રણ અર્ટિગા માસિક 21 અને 36 હજારના ભાડે અને બે સ્વિફ્ટ ડિઝાયર 24,000 ના માસિક ભાડા પેટે સોંપી દીધી હતી. વેપારીની ફરિયાદના આધારે સેકટર-7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી આમ કુલ રૂ.26.50 લાખની પાંચેય ગાડીઓનું શરૂઆતના બે મહિના મૂકેશે ભાડું ચૂકવ્યું હતુ. જોકે, ફેબ્રુઆરી 2026થી ભાડું ચૂકવવાનું બંધ કરી ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. જે અંગે તપાસ કરતા જિતેન્દ્રભાઈને જાણવા મળ્યું હતું કે, મુકેશે અન્ય એક વ્યક્તિની વેગનાર ગાડી પણ ભાડે રાખી હતી. જે અમદાવાદના સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બિનવારસી હાલતમાં દારૂ ભરેલી મળી આવી હતી.આ ઘટના બાદ તેમને પોતાની સાથે ઠગાઈ થયાનો અહેસાસ થયો હતો. આ અંગે વેપારીની ફરિયાદના આધારે સેકટર-7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    શાંતેશ્વર રોડના સ્થાનિકોએ મારે રોષ સાથે રસ્તો બંધ કર્યો:જૂનાગઢમાં ત્રણ મહિનાથી ખોદાયેલા શાંતેશ્વર રોડ મામલે જનતાનો ભારે રોષ: વિપક્ષના નેતા અને કોર્પોરેટર આમને-સામને, લોકોએ રસ્તો બંધ કરી નોંધાવ્યો વિરોધ.
    Next Article
    ભાજપે ઉમેદવારોના સોશિયલ મીડિયા ફોલોઅર્સની વિગતો માંગી:સુરેન્દ્રનગર મનપા ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયામાં નવો નિયમ, 52 સભ્યની સામે 491 દાવેદારોએ ટિકિટ માંગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment