Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં બેફામ ઝડપે વાહન ચલાવતા 265 ઝડપાયા:RTO એ મે માસમાં હાઈવે પર ટ્રાફિક નિયમોના ભંગ બદલ 1871 કેસમાં રૂ.50.98 લાખનો દંડ વસૂલ્યો

    2 weeks ago

    રાજકોટ RTO કચેરી દ્વારા છેલ્લા એક માસમાં હાઈવે પર ટ્રાફિક નિયમોના ભંગ બદલ મે માસમાં 1871 કેસમાં રૂ.50.98 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં અકસ્માતો માટે જવાબદાર બેફામ ઝડપે વાહન ચલાવવાના સૌથી વધુ 265 કેસ સામે આવ્યા છે. જેઓને રૂ.2.65 લાખનો દંડ કરવામાં આવ્યો છે. જ્યારે ઓવરલોડ બદલ સૌથી વધુ રૂ.20.92 લાખનો દંડ કરાયો છે. જેના 167 કેસ કરવામાં આવ્યા છે. રાજકોટ આરટીઓ અધિકારી ઇન્દ્રજીત ટાંકે જણાવ્યું હતું કે, RTO કચેરી દ્વારા ગત મે માસ દરમ્યાન હાઈવે ઉપરની વાહન ચેકીંગ કામગીરી દરમ્યાન ઓવરસ્પિડે વાહન ચલાવતા 265 વાહન ચાલકો ઝડપાયા હતા. જેને રૂ.2.65 લાખનો દંડ ફટકારવામાં આવેલ હતો. જયારે ભયજનક રીતે વાહન ચલાવતા 7 વાહન ચાલકો પકડાયા હતા, જેને રૂ.21 હજારનો દંડ કરાયો હતો.આ ઉપરાંત ઓવરલોડના 167 કેસોમાં રૂ.20.92 લાખના દંડની વસુલાત કરવામાં આવી હતી. જયારે બાકી ટેક્ષના 20 કેસોમાં પણ રૂ.3.22 લાખની વસુલાત કરવામાં આવી હતી અને ઓવર ડાયમેન્શનનાં 99 કેસોમાં રૂ.4.83 લાખનો દંડ કરાયો હતો. ખાનગી કાર, વાન કે અન્ય વાહનોનો ઉપયોગ પરમિટ (વાહન ચલાવવાની સત્તાવાર મંજૂરી) વગર કોમર્શિયલ હેતુ (ભાડાપટ્ટે મુસાફરો કે માલ લઇ જવા) માટે કરવા બદલ કલેન્ડેનસ્ટાઈન ઓપરેશનના 14 કેસોમાં રૂ.1.40 લાખ વસુલાયા હતા. જ્યારે RUPD - SUPD ચેકીંગના 51 કેસોમાં રૂ.51 હજાર, રોંગલેન ડ્રાઈવીંગના 3 કેસોમાં રૂ.4500, રેડીયમ/રિફલેકટરનાં 183 કેસોમાં રૂ.1.83 લાખ, થર્ડ પાર્ટી વિમાના 107 કેસોમાં રૂ.2.14 લાખ પીયુસીના 235 કેસોમાં રૂ.1.17 લાખ મળી તંત્રએ જુદા જુદા નિયમ ભંગના કુલ 1871 કેસો કરી અને કુલ રૂ.50.98 લાખની વસુલાત કરવામાં આવી હતી. આ વાહન ચેકીંગ દરમ્યાન જીલ્લા આરટીઓ તંત્રએ ટ્રાફિક નિયમોનાં ભંગ બદલ 39 જેટલા વાહનો ડિટેઈન કરી કબ્જામાં લીધા હતા અને દંડ ભરી જવા વાહન ચાલકોને નોટીસો ફટકારવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    રાજ્યમાં વરસાદ-વાવાઝોડાનો હાહાકાર, દાહોદમાં સાઈન બોર્ડ પડતાં આધેડનું મોત:બનાસકાંઠામાં ભેંસ પર વીજળી પડી, પતરાના શેડ-વૃક્ષો ધારાશાયી; 4 દિવસ ભારે આગાહી
    Next Article
    Mohali Municipal Corporation results: Independents bear the brunt as more than 75 candidate lose deposits

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment