Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વટવામાં રિક્ષા-સ્કૂટરમાંથી નશાકારક કફ સિરપની 265 બોટલ સાથે શખ્સ પકડાયો:પાર્કિંગમાં વાહનો પાર્ક કરીને છૂટક વેચાણ કરતો હતો, ફરાર શખ્સ સામે ગુનો દાખલ

    23 hours ago

    અમદાવાદના વટવા વસંત ગજેન્દ્રગડકર નગર ખાતે પોલીસે દરોડો પાડી રિક્ષા અને જ્યુપિટર સ્કૂટરમાં છુપાવેલો રૂ. 69 હજારની 265 બોટલનો કફ સીરપનો જથ્થો જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં રહેણાક વિસ્તારના પાર્કિંગમાં વાહનો પાર્ક કરી તેને ગોડાઉન બનાવી છૂટક ગ્રાહકોને નશા માટે બોટલો વેચવામાં આવતી હતી. આ અંગે ફરાર શખ્સ સામે પણ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. 2.09 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો ​વટવા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે વસંત ગજેન્દ્રગડકર નગર ખાતે રહેતો મોહસીન નઝીર શેખ ચાર માળિયામાં વચ્ચેના પાર્કિંગમાં સીએનજી રિક્ષા રાખી તેમા નશાકારક કફ સિરપનો જથ્થો રાખીને છૂટકમાં વેચાણ કરે છે. જેથી પોલીસે દરોડો પાડીને રિક્ષા અને જ્યુપિટરમાંથી કફ સિરપની કુલ 265 બોટલો મળી આવી હતી. પોલીસે કફ સીરપની બોટલ સાથે કુલ રૂ. 2.09 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પાર્કિંગમાં વાહનો પાર્ક કરી તેને ગોડાઉન બનાવી દેતો આ અંગે વટવા પોલીસે મોહસીન નઝીર શેખની અટકાયત કરી તેની સામે તથા વોન્ટેડ સબ્બીર મોહમદહુસેન શેખ સામે સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે આરોપીની પૂછપરછ કરતા પાર્કિંગમાં વાહનો પાર્ક કરી તેને ગોડાઉન બનાવી છૂટક ગ્રાહકોને નશા માટે બોટલો વેચવામાં આવતી હતી. જ્યારે સબ્બીર શેખ સપ્લાય કરતો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    SPWA દ્વારા શરદ પૂનમ રાસ-ગરબા મહોત્સવનું આયોજન:સુરતના કોસમાડામાં યોજાયો, સભ્યો અને પરિવારોએ આનંદ માણ્યો
    Next Article
    બંગાળના CMએ કહ્યું- કોકરોચોને વધવા ન દો:‘દિમાગી નક્સલ’ અને ‘ટુકડે-ટુકડે ગેંગ’થી દૂર રહો; પીએમનો સાથ આપવા લોકોને અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment