Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એલસીબીની કાર્યવાહી:શામળાજીના ગુણીયાકૂવાથી 2.64 લાખનો દારૂ ઝડપાયો

    2 days ago

    અરવલ્લી LCBએ શામળાજીના ગુણીયાકૂવાની સીમમાં શામળાજી-ભિલોડા રોડ પરથી નંબર વગરની કારમાંથી રૂ.2,64,960 નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો . પોલીસને જોઈને ચાલક ખેતરમાં ગાડી ચોકડીમાં ઉતારીને અંધારાનો લાભ લઇ ભાગી છૂટ્યો હતો. LCB પીઆઈ. એમ.એચ. ઝાલાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ શામળાજી નજીક ગુણીયાકૂવાની સીમમાં વાહન ચેકિંગમાં હતો. આ દરમિયાન શંકાસ્પદ નંબર વગરની કાર આવતાં પોલીસે તેને ઉભી રાખવા ઈશારો કર્યો હતો. જોકે ચાલકે ગાડી ઉભી રાખવાને બદલે ભગાવી મૂકી હતી. પોલીસે પીછો કરતાં ગાડી થોડે આગળ જઈ ચોકડીમાં ઉતરી ગઈ હતી. જેનો લાભ લઈ ચાલક અંધારામાં ફરાર થઈ ગયો હતો. પોલીસે ગાડીની તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 1584 મળી હતી. પોલીસે 2,64,960નો વિદેશી દારૂ અને ગાડી સહિત કુલ રૂ.10,64,960નો મુદ્દામાલ કબજે લઈ ભાગી છૂટેલા ગાડી ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ:નર્મદાની 137 માધ્યમિક શાળામાં માત્ર 5 ટકા શિક્ષકની ઘટ, ધો-10 માં અવ્વલ
    Next Article
    અરવલ્લીમાં સોલર ક્રાંતિ:21 સોલર‎પ્લાન્ટથી 20 હજાર ઘરોમાં ઉજાસ‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment