Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:શામળાજી-હિંમતનગર ને.હાઇવે પર રૂ. 2.63 લાખના દારૂ સાથે બે પકડાયા

    21 hours ago

    શામળાજી-હિંમતનગર નેશનલ હાઇવે ઉપર વિદેશી દારૂ ભરી પસાર થઈ રહેલી ગાડીનો પીછો કરીને એલસીબીએ રૂ.2.63 લાખના વિદેશી દારૂ સાથે રાજસ્થાનના આરોપીઓને ઝડપી પાડ્યા હતા. હિંમતનગર નેશનલ હાઈવે ઉપર આવેલા ગડાદર પુલના છેડે એલસીબી સ્ટાફ વોચમાં હતો. દરમિયાન સ્ટાફને ખાનગી માહિતી મળી હતી કે ગાડી નંબર gj01ww 9358 માં બે શખ્સો રાજસ્થાનથી વિદેશી દારૂ ભરી નેશનલ હાઈવે ઉપર થઈ હિંમતનગર તરફ જવાના હોવાની માહિતીના આધારે એલસીબીએ ઉપરોક્ત ગાડીને અટકાવવાનો પ્રયત્ન કરતાં ચાલકે ગાડી ગડાદરથી જીવણપુર રોડ તરફ ભગાડતાં પોલીસે તેનો પીછો કરીને રેલવ બ્રિજ પાસે બામણવાડ ગામની સીમમાંથી ઝડપી પાડી હતી. પોલીસે ભાગવાનો પ્રયત્ન કરી રહેલા આરોપી શૈલેષકુમાર શંકરલાલ મીણા રહે. તાલુકા પંચાયતની બાજુમાં નયાગાવ જિ.ઉદેપુર અને સંજયકુમાર રમેશચંદ્ર મીણા રહે. રોબીયા તા.ખેરવાડાને ઝડપી પાડ્યા હતા. પોલીસે ગાડીમાંથી 2,63,845ની વિદેશી દારૂની બોટલ નંગ 569 મળી હતી. પોલીસે વિદેશી દારૂ અને ગાડી અને મોબાઈલ સહિત કુલ રૂ.7,83,845 નો મુદ્દામાલ કબજે લઈ વોન્ટેડ આરોપી અનિલ ઈશ્વરભાઈ કોટેડ રહે. સારોલી તા.ખેરવાડા જિ.ઉદેપુર વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રેવન્યુ વહીવટી અધિકારીઓને સોંપેલી સત્તાનો મોડાસાના વકીલોએ વિરોધ કર્યો‎:નવા ભાડા વિધેયકના વિરોધમાં મોડાસા કોર્ટના વકીલો પોતાના કામથી અળગા રહ્યા
    Next Article
    Stage Set For 6 Bye-Elections, Test For BJP In Bengal, TVK In Tamil Nadu

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment