Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મૃતક-બહેનના નામે ખોટો કરાર કરીને ભાઈએ 2.62 કરોડ લઈ લીધા:દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પ્રોજેક્ટમાં જમીન સંપાદનના વળતરનો મામલો, 5 સામે ફરિયાદ

    3 days ago

    વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના રણુ ગામની જમીન દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પ્રોજેક્ટમાં જમીન સંપાદન થઈ હતી. જેમાં મૃતક મહિલાના નામે તેના ભાઈએ ખોટો સંમતિ કરાર તૈયાર કરી જમીન સંપાદનના વળતરની 2.62 કરોડ રૂપિયાની રકમ ગેરરીતી કરીને મેળવી લીધી હતી. આ મામલે મૃતક મહિલાના પુત્રએ તેમના મામા સહિત 5 લોકો સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જમીનનો એક ભાગ 2017માં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ-વે માટે સંપાદિત કરાયો હતો વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના રણુ ગામમાં રહેતા લાલજીભાઈ સોમાભાઈ પઢીયાર (ઉ.વ. 47) એ રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમના પિતા સોમાભાઈનું વર્ષ 2007માં અને માતા સુરજબેનનું 2023માં અવસાન થયું હતું. તેમના માતા સુરજબેન અને સૂરજબેનના પિતા ખુશાલભાઈ ભલાભાઈ પરમારની વડીલોપાર્જિત સંયુક્ત માલિકીની શેરખી ગામે આવેલી સર્વે નં. 377/8ની જમીનમાં કાયદેસરના વારસદાર હતા. આ જમીનનો એક ભાગ વર્ષ 2017માં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ-વે માટે સંપાદિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ 2018માં પ્રથમ તબક્કાના વળતર તરીકે 3.26 કરોડ રૂપિયાથી વધુની રકમ ફરિયાદીના મામા છત્રસિંહ ખુશાલભાઈ પરમારે પોતાના બેંક ખાતામાં મેળવી લીધા હતા. ફરિયાદીનો દાવો છે કે, તે સમયે તેમની માતાને કે, પરિવારને આ રકમમાંથી એક પણ રૂપિયો આપવામાં આવ્યો નહોતો. 300ના સ્ટેમ્પ પેપર પર બનાવટી સંમતિ કરાર તૈયાર કર્યો હતો ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ બીજા તબક્કાના વળતર તરીકે 2.62 કરોડ રૂપિયાથી વધુની રકમ ચુકવવાની પ્રક્રિયા દરમિયાન ફરિયાદીની માતાનું તા. 10 જાન્યુઆરી, 2023ના રોજ અવસાન થઈ ચૂક્યું હોવા છતાં તેમના નામે તા. 19 જુલાઈ, 2024ના રોજ રૂ. 300ના સ્ટેમ્પ પેપર પર સંમતિ કરાર તૈયાર કરવામાં આવ્યો હતો. 2.62 કરોડ રૂપિયાથી વધુની રકમ છેતરપિંડી આ સંમતિ કરારમાં મૃતક સુરજબેનનો ફોટોગ્રાફ, અંગૂઠાના નિશાન તેમજ નોટરીની નોંધ દર્શાવવામાં આવી હતી. મૃતક મહિલાના નામે ખોટા અંગૂઠાના નિશાન કરી બોગસ દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યો હતો અને તેને ખાસ જમીન સંપાદન અધિકારી સમક્ષ રજૂ કરીને વળતરની 2.62 કરોડ રૂપિયાથી વધુની રકમ છેતરપિંડી પૂર્વક મેળવી લીધી હતી. 5 સામે ફરિયાદ નોંધાઈ સંમતિ કરારના સાક્ષી તરીકે સહી કરનાર નાથુભાઈ ખુશાલભાઈ પરમાર, સામંતસિંહ અદેસિંહ પરમાર તેમજ દસ્તાવેજ નોટરાઈઝ કરનાર નોટરી ઈલા સી. પારેખના નામ છે. આ લોકોએ પરસ્પર મળીને ખોટા દસ્તાવેજો બનાવી આર્થિક લાભ મેળવ્યો હતો. ફરિયાદીની માતાના સીધી લીટીના કાયદેસરના વારસદાર હોવા છતાં તેમને વળતરની રકમમાંથી તેમના હકનો હિસ્સો આજદિન સુધી આપવામાં આવ્યો નથી. આરોપી નાથુભાઈ ખુશાલભાઇ પરમાર, સામંતસિંહ અદેસિંહ પરમાર, તખતસિંહ, રાજેન્દ્ર પરમાર અને નોટરી કરનાર ઇલા સી પારેખ સામે ફરિયાદ નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રામમંદિરમાં ચોરી મામલે રાહુલે મોદીને પત્ર લખ્યો:રાહુલે કહ્યું- તમારું મૌન સ્વીકાર્ય નહીં, ટ્રસ્ટના ખાતા જાહેર થાય; ટિન્નુની આજે પણ પૂછપરછ
    Next Article
    હિંમતનગરમાં જ્ઞાન સહાયક શાળા પસંદગી કેમ્પ શરૂ:માધ્યમિકમાં 157, ઉચ્ચતર માધ્યમિકમાં 221 જગ્યાઓ માટે ત્રિદિવસીય આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment