Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં જ્ઞાન સહાયક શાળા પસંદગી કેમ્પ શરૂ:માધ્યમિકમાં 157, ઉચ્ચતર માધ્યમિકમાં 221 જગ્યાઓ માટે ત્રિદિવસીય આયોજન

    3 days ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં બેરણા રોડ પર આવેલી ન્યુ એજ્યુકેશન હાઈસ્કૂલમાં જ્ઞાન સહાયકને શાળા પસંદગી માટેનો ત્રિદિવસીય જિલ્લા કક્ષાનો કેમ્પ શરૂ થયો છે. આ કેમ્પ 20, 22 અને 24 જુલાઈ, 2026ના રોજ યોજાશે. જિલ્લામાં માધ્યમિક વિભાગમાં 157 અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 221 જ્ઞાન સહાયકની જગ્યાઓ નક્કી કરવામાં આવી છે. આ અંગે સાબરકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી મીતાબેન ગઢવીએ માહિતી આપી હતી. શિક્ષણ વિભાગના 06 જુલાઈ, 2026ના ઠરાવ અનુસાર, જિલ્લાની બિન-સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ખાલી જગ્યાઓ ભરવા માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પહેલા, 09 જુલાઈ, 2026ના રોજ જિલ્લાના આઠ તાલુકા મથકે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હિંમતનગર તાલુકા માટે ત્રિવેણી હાઈસ્કૂલ, મહેતાપુરા; ઈડર તાલુકા માટે આર.એચ. જાની હાઈસ્કૂલ, બડોલી; તલોદ અને પ્રાંતિજ તાલુકા માટે સલાલની ફ્રેન્ડ્સ હાઈસ્કૂલ; અને ખેડબ્રહ્મા, વિજયનગર, વડાલી તથા પોશીના તાલુકા માટે ખેડબ્રહ્માની કે.ટી. હાઈસ્કૂલ ખાતે કેમ્પ યોજાયા હતા. આ કેમ્પમાં રજૂ થયેલી તમામ ફાઈલોની ચકાસણી બાદ જિલ્લામાં માધ્યમિક વિભાગમાં 157 અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 221 જ્ઞાન સહાયકની જગ્યાઓ અંતિમ કરવામાં આવી છે. સમગ્ર શિક્ષાની કચેરી દ્વારા જ્ઞાન સહાયકની મેરિટ યાદી પૂરી પાડવામાં આવશે. શાળા પસંદગી માટેનો આ કેમ્પ 20 જુલાઈ, 2026 (સોમવાર), 22 જુલાઈ, 2026 અને 24 જુલાઈ, 2026ના રોજ સવારે 9 કલાકે શરૂ થશે. તેનું આયોજન હિંમતનગરના બેરણા રોડ પર બ્રહ્માકુમારીઝ ભવન પાસેના કાંકરોલ રોડ પર આવેલ ન્યુ એજ્યુકેશન હાઈસ્કૂલ, તત્વમ ભવન ખાતે કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    મૃતક-બહેનના નામે ખોટો કરાર કરીને ભાઈએ 2.62 કરોડ લઈ લીધા:દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પ્રોજેક્ટમાં જમીન સંપાદનના વળતરનો મામલો, 5 સામે ફરિયાદ
    Next Article
    દંપતીએ વેપારી સાથે 27.14 લાખની ઠગાઈ કરી:ટ્રક માઉન્ટેડ સ્વીપિંગ મશીન તૈયાર કરાવ્યા બાદ દંપતીએ રૂપિયાની ચુકવણી ન કરી, ટ્રક ગાંધીનગરની આર આર યુનિવર્સિટીને વેચી દીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment