Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝુબેંશ:હાલારમાં વીજ તંત્રની જોડાણ કાપવા ઝુંબેશ પૂર્વે 2,601 બાકીદારોએ રૂા. 1.52 કરોડ ભર્યા

    3 days ago

    જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા માર્ચ માસના પ્રારંભથી બાકી રોકાતી મસમોટી વીજબીલની રકમ વસુલવા માટે ઝુબેંશ શરૂ કરી છે જેમાં ચાલુ માસમાં જ બીજી મેગા ડીસ કનેકશન ડ્રાઇવ વીજ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 342 ટીમ દ્વારા સવારથી કરાયેલા મેગા ઓપરેશનમાં રાત્રી સુધીમાં બંને જિલ્લાના 3894 બાકીદારોના જોડાણો કાપવાની કાર્યવાહી કરી હતી.જયારે 1025 બાકીદારોએ લેણી રકમ ભરપાઇ કરતા જોડાણો પુર્વવત કરાયા હતા. જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા શહેર-જિલ્લામાં મેગા ડીસ કનેકશન ડ્રાઇવ હેઠળ જુદી જુદી 246 ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ હતી જેમાં કુલ 2614 જોડાણ કાપવામાં આવ્યા હતા જેની બાકી રકમ રૂા. 99.85 લાખ હતી.જે પૈકી 728 પુર્નજોડાણથી વીજતંત્રને રૂા. 25.15 લાખની વસુલાત થઇ હતી. જયારે દેવભૂમિ જિલ્લામાં જુદી જુદી 96 ટીમો ખાસ ઝુંબેશમાં જોડાઇ હતી.જેમાં 48.43 લાખની બાકી રકમવાળા કુલ 1280 વીજ જોડાણો કાપવાની કાર્યવાહી કરાઇ હતી.જે પૈકી 297 જોડાણોના રીકનેકશનથી વીજતંત્રને 12.27 લાખની આવક થઇ હતી.જામનગર-દેવભૂમિ જિલ્લામાં પુર્નજોડાણથી વીજતંત્રને બાકીદારો પાસેથી રૂા. 37.42 લાખની આવક થવા પામી હતી.જયારે પીજીવીસીએલ વર્તુળ કચેરીની મેગા ડ્રાઇવને અનુસંધાને ઝુંબેશ પુર્વે જ સંભવત એક જ દિવસમાં જામનગર જિલ્લાના 2224 બાકીદારો અને દેવભૂમિ જિલ્લાના 377 બાકીદાર આસામીઓએ રૂા. 152.61 લાખની બાકી રકમ ભરપાઇ કરી દિઘી હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ. ત્રણ મેગા ડ્રાઈવમાં 14,165 જોડાણ કટ, રીકનેશનથી 396.24 લાખની વસૂલાત જામનગર વીજતંત્ર દ્વારા 25મી ફેબ્રુ.ના રોજ ખાસ ડ્રાઇવમાં 5598 જોડાણ કાપવામાં આવ્યા હતા જે પૈકીના 3200થી વધુ જોડાણોના રીકનેકશનથી 185.39 લાખની આવક થઇ હતી.બીજી ડ્રાઇવમાં 4673 જોડાણ કાપવામાં આવ્યા હતા જેમાં 2424 જોડાણ પુર્વવત કરાવાયા હતા જેમાં તંત્રને 173.43 લાખની આવક થઇ હતી.જયારે ત્રીજી મેગા ડ્રાઇવમાં તંત્રે 3894 જોડાણ ડીસકનેકટ કર્યા હતા જે પૈકી 1025 જોડાણ પુર્વવત કરાવાતા તંત્રને 37.42 લાખની વસુલાત મળી હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ.
    Click here to Read More
    Previous Article
    છાંયડા-પાણીની સુવિધાનો અભાવ:સાવરકુંડલામાં ગેસ સિલિન્ડર નોંધાવવા એરોગેસ એજન્સી બહાર લોકોની કતારો
    Next Article
    રોષ:શહેરના લીમડા લાઈનમાં ખાનગી શાળામાં રૂ.4,500ના વધારાથી વાલીઓમાં આક્રોશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment