Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કે.કે. કોઠારી હાઇસ્કૂલ, વક્તાપુરમાં કેમ્પ યોજાશે‎:આજે સાબરકાંઠામાં મા. અને ઉ.મા.માં 260 જગ્યા માટે કેમ્પ

    1 day ago

    સાબરકાંઠા જિલ્લાની તમામ આદર્શ નિવાસી શાળાઓ, બિન-સરકારી અનુદાનિત તેમજ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે જ્ઞાન સહાયક ભરતી કેમ્પ યોજાઈ રહ્યો છે. આજના આ કેમ્પનું આયોજન કે. કે. કોઠારી હાઇસ્કૂલ, વક્તાપુર ખાતે સવારે 9 વાગ્યાથી શરૂ કરાશે. પ્રાપ્ત માહિતી અનુસાર, સાબરકાંઠા જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં જ્ઞાન સહાયકની કુલ 260 જગ્યાઓ ખાલી છે, અગાઉ જુલાઈ માસ દરમિયાન પણ ત્રિ-દિવસીય કેમ્પનું આયોજન કરાયું હતું. તે સમય દરમિયાન યોજાયેલા કેમ્પમાં 229 જ્ઞાન સહાયકોની ભરતી કરાઇ હતી. જેમાં માધ્યમિક વિભાગમાં 139 અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 90 જેટલા જ્ઞાન સહાયકોને નિમણૂંક અપાઇ હતી. આજના કેમ્પના માધ્યમથી મેરિટ અને નિયમો અનુસાર યોગ્ય ઉમેદવારોની પસંદગી કરી શાળાઓમાં ખાલી જગ્યાઓ ભરાશે.
    Click here to Read More
    Previous Article
    સિધ્ધિ:કેન્દ્ર સરકારના કડક ગુણવત્તા માપદંડોમાં મોરબીનું વેજલપર આરોગ્ય કેન્દ્ર ખરું ઊતર્યું; 88.53 % ગુણ સાથે અગ્રેસર
    Next Article
    ઈડર:દેશોતર રોડ પરથી 4 લાખના વિદેશી દારૂ સાથે બે શખ્સો પકડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment