Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ પોલીસે 260 સ્થળે દરોડા પાડી 16.68 લાખનો દારૂ ઝડપ્યો:LCB, SOG સહિત 54 ટીમે 110 ગુના નોંધી 21 આરોપીની ધરપકડ કરી

    1 day ago

    પાટણ જિલ્લામાં દારૂબંધીની ગેરકાયદે પ્રવૃત્તિઓ રોકવા પોલીસે ખાસ ઝુંબેશ ચલાવી. 260 સ્થળોએ દરોડા પાડી દેશી-વિદેશી દારૂ સહિત 16.68 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે 21 આરોપીને ઝડપી પાડ્યા છે. જિલ્લામાંથી દારૂબંધીની બદી દૂર કરવા મળેલી સૂચના બાદ આ કાર્યવાહી કરાઈ. પાટણ LCB ઇન્ચાર્જ પી.આઈ. જયદીપસિંહ જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન થયું. LCB, SOG અને સ્થાનિક પોલીસના 54 ટીમને આ કામગીરીમાં સામેલ કરાઈ. આ ટીમોએ પાટણ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં સઘન ચેકિંગ કર્યું. 260 સ્થળોએ એકસાથે દરોડા પાડવામાં આવ્યા. છ કલાક ચાલેલી આ ઝુંબેશમાં દારૂબંધી હેઠળ 110 ગુના દાખલ કરાયા. પોલીસે 16.68 લાખ રૂપિયાનો ગેરકાયદે મુદ્દામાલ જપ્ત કર્યો, 21 આરોપીઓની ધરપકડ કરી અને આગળની તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    દોઢ ફૂટના થેલામાં રોકડા, અઢી ફૂટની બેગમાં ફોઇની લાશ ભરી!:શરીર પર ફરતાં જીવડાં તથા તેના ઇંડાની સાઇઝ જોઇને પોલીસ નહીં ડૉક્ટરે ઉકેલ્યું રહસ્ય
    Next Article
    વડનગરમાં તબીબને બદનામ કરવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ:10 લાખની ખંડણી માંગ દબાણનો પ્રયાસ, સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરવાની પણ આપી હતી ધમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment