Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી લાખોનો દારૂ ઝડપ્યો:સેક્ટર-26માં ક્રેટા ગાડીના અકસ્માત બાદ LCBએ બે શખસોને રૂ. 7.91 લાખના મુદ્દામાલ સાથે દબોચ્યા

    3 days ago

    ગાંધીનગરના સેક્ટર-26 GIDC વિસ્તારમાં ગત મોડી રાત્રે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે એક હાઈવોલ્ટેજ ઓપરેશન પાર પાડ્યું હતું. લક્ઝરી ક્રેટા ગાડીમાંથી રૂ.2.77 લાખથી વધુની કિંમતનો 1200 નંગ દારૂ-બિયરનો જથ્થો ઝડપી બે ખેપિયાઓની ધરપકડ કરી હતી. કોલવડાના બુટલેગર નરેશ રાવળે દારૂ મંગાવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. બાતમી મળતા પોલીસે સેક્ટર-26માં વોચ ગોઠવી ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચના પીઆઇ દિવાનસિંહ વાળાની ટીમ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે હ્યુન્ડાઇ ક્રેટા ગાડી (નંબર GJ-27DM-1253)માં વિદેશી દારૂનો જથ્થો ભરીને કોલવડા તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે સેક્ટર-26 GIDC ગેટ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. ત્યારે રાત્રિના સમયે શંકાસ્પદ ક્રેટા ગાડી આવતા પોલીસે તેને ઉભી રાખવા ઈશારો કર્યો હતો.પરંતુ ચાલકે ગાડી ઉભી રાખવાને બદલે ગાડીને પૂરઝડપે GIDCની અંદર હંકારી મૂકી હતી. કાર ઉભી ન રહેતા પોલીસે પીછો કર્યો જેના પગલે પોલીસે તુરંત જ ખાનગી વાહનોમાં ગાડીનો પીછો શરૂ કર્યો હતો. આ દરમિયાન GIDCના અંદરના રોડ પર એક સ્પીડ બ્રેકર પર ચાલકે સ્પીડ ઓછી ન કરતા ગાડી જોરદાર ધડાકા સાથે રોડ પર પછડાઈ હતી. આ અકસ્માતને કારણે ગાડીનું પાછળનું વ્હીલ ફાટી ગયું હતું અને ચાલકે કાબૂ ગુમાવતા ગાડી અભય ઓટો ગેસ એજન્સી સામે બંધ પડી ગઈ હતી. જ્યાં પોલીસે તુરંત જ બે શખસને કોર્ડન કરી ઝડપી લીધા હતા.જે આરોપીની પૂછપરછ કરતાં તેમણે પોતાનાં નામ નકુલ રાજપુરોહિત (રહે .હાલ ડીસાના ઇન્દીરાનગર,મૂળ રાજસ્થાન, સાંચોર) અને સુંદર બાગડીયા (રહે .રાજસ્થાન, સાંચોરના વોઢા ગામ) હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસે ગાડીની તલાશી લેતા અંદરથી 2.77 લાખથી વધુની કિંમતનો દારૂ બિયરનો જથ્થો મળી આવ્યો હતો. કોલવડાના નરેશ રાવળે દારૂ મંગાવ્યાની કબૂલાત આથી બંનેની કડકાઈથી વધુ પૂછપરછ કરતા કોલવડા ગામના નરેશ રાવળે આ દારૂનો જથ્થો મંગાવ્યો હતો અને રાજસ્થાનમાં ભારતમાલા હાઈવે પર એક અજાણ્યા શખસે ગાડીમાં જથ્થો ભરી આપ્યો હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસે કુલ રૂ.7.91 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    બંગાળમાં 9 મેના રોજ ભાજપ સરકારના શપથગ્રહણ:મમતા-અભિષેકની સુરક્ષા હટાવવામાં આવી, વિજયે તમિલનાડુમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો; કોંગ્રેસનું સમર્થન
    Next Article
    પાયોનિયર સ્કૂલનું ધોરણ 10માં જિલ્લામાં સર્વોચ્ચ પરિણામ:35 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment