Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    26 એપ્રિલે ચૂંટણી: હિટવેવની આગાહી, તંત્ર 'એક્શન મોડ'માં:DHO એ મતદારોને લૂ થી બચવા ખાસ અપીલ કરી

    9 hours ago

    આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે. કાળઝાળ ગરમી અને હિટવેવની આગાહીને પગલે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી (DHO) એ મતદારોને લૂ થી બચવા અને સુરક્ષિત મતદાન કરવા ખાસ અપીલ કરી છે. DHO દ્વારા જણાવાયું છે કે, દરેક મતદાન મથક પર આરોગ્ય કર્મચારીઓ તૈનાત રહેશે. તેમની પાસે ORS, પ્રાથમિક સારવારની દવાઓ અને અન્ય જરૂરી સાધન-સામગ્રી ઉપલબ્ધ હશે. જો કોઈ મતદાર કે ફરજ પરના કર્મચારીને ગરમીના કારણે અસ્વસ્થતા અનુભવાય, તો તેઓ તાત્કાલિક મેડિકલ ટીમનો સંપર્ક કરી શકશે. DHO એ ખાસ કરીને વડીલો અને સિનિયર સિટીઝન્સને વહેલી સવારે, જ્યારે તાપમાન ઓછું હોય, ત્યારે જ મતદાન કરી લેવા અનુરોધ કર્યો છે. બપોરના સમયે સીધા સૂર્યપ્રકાશમાં આવવાનું ટાળવા અને સતત પાણી પીતા રહેવાની પણ સલાહ આપવામાં આવી છે. સરકારની સૂચના મુજબ, જિલ્લાની તમામ સામુહિક આરોગ્ય કેન્દ્રો (CHC), સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો (SDH) અને સિવિલ હોસ્પિટલ ખાતે હિટવેવના દર્દીઓ માટે સ્પેશિયલ બેડ આરક્ષિત રાખવામાં આવ્યા છે. ગરમી સંબંધિત કોઈપણ અનિચ્છનીય બનાવને પહોંચી વળવા તંત્ર સજ્જ છે. હિટવેવથી બચવા માટે સવારના ઠંડા પહોરમાં મતદાન કરવું, પાણીની બોટલ સાથે રાખવી અને સતત પ્રવાહી લેતા રહેવું હિતાવહ છે. સુતરાઉ અને આછા રંગના કપડાં પહેરવા, માથા પર ટોપી કે રૂમાલ રાખવો જોઈએ. ચક્કર આવવા, વધુ પડતો પરસેવો થવો કે નબળાઈ લાગે તો તુરંત છાંયડે બેસી જવું અને તબીબી મદદ લેવી.
    Click here to Read More
    Previous Article
    ઉમરેઠ પેટાચૂંટણી માટે પ્રચાર શાંત:ચૂંટણી પંચ આચારસંહિતાના કડક અમલ માટે સક્રિય
    Next Article
    'Proposal' Turns Murder: Woman Blindfolds, Ties Up Boyfriend, Sets Him Afire

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment