Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનું મતદાન:9.12 લાખથી વધુ મતદારો જિલ્લા પંચાયતની 32 અને તાલુકા પંચાયતની 165 બેઠકો માટે કરશે મતદાન

    14 hours ago

    પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે 26 એપ્રિલ, 2026ના રોજ મતદાન યોજાશે, જ્યારે મતગણતરી 28 એપ્રિલ, 2026ના રોજ થશે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ પ્રક્રિયાને સુચારુ અને પારદર્શક રીતે સંપન્ન કરવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લાના કુલ 9 તાલુકાઓમાં જિલ્લા પંચાયતની 32 બેઠકો અને તાલુકા પંચાયતની 165 બેઠકો માટે મતદાન થશે. જિલ્લા પંચાયતની બેઠકોમાં સરસ્વતી અને સિદ્ધપુર તાલુકામાં સૌથી વધુ 5-5 બેઠકો છે, જ્યારે શંખેશ્વર તાલુકામાં સૌથી ઓછી 2 બેઠકો પર ચૂંટણી યોજાશે. તાલુકા પંચાયત સ્તરે સરસ્વતી તાલુકામાં સૌથી વધુ 24 બેઠકો અને હારીજ તાલુકામાં સૌથી ઓછી 15 બેઠકો માટે મતદાન થશે. જિલ્લામાં કુલ 1099 મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે. આ પૈકી સરસ્વતી તાલુકામાં સૌથી વધુ 173 મતદાન મથકો છે, જ્યારે શંખેશ્વર તાલુકામાં સૌથી ઓછા 74 મતદાન મથકો આવેલા છે. ચૂંટણી પ્રક્રિયાના સુચારુ સંચાલન માટે જિલ્લા સ્તરે 9 રિટર્નિંગ ઓફિસર (RO) અને 18 આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર (ARO) ની નિમણૂક કરાઈ છે. તાલુકા પંચાયત સ્તરે પણ 18 RO અને 18 ARO કાર્યરત રહેશે. મતદાન મથકો પર મતદારોને કોઈ અસુવિધા ન થાય તે માટે પૂરતી લોજિસ્ટિક્સ વ્યવસ્થા, મૂળભૂત સુવિધાઓ અને સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. પાટણ જિલ્લામાં કુલ 9,12,773 મતદારો નોંધાયેલા છે. આમાં 4,75,519 પુરુષ, 4,37,251 સ્ત્રી અને 3 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. તાલુકાવાર જોતાં, સરસ્વતી તાલુકામાં સૌથી વધુ આશરે 1,50,600 મતદારો છે, જ્યારે શંખેશ્વર તાલુકામાં સૌથી ઓછા 59,825 મતદારો નોંધાયા છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ મતદારોને લોકશાહીને મજબૂત બનાવવા માટે મતદાનના દિવસે અવશ્ય પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અને અન્યને પણ પ્રેરિત કરવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં રૂ.2.76 કરોડનો દારૂ જપ્ત, 2842ની અટકાયત:ચૂંટણી પહેલા શાંતિપૂર્ણ મતદાન માટે પોલીસનું સઘન આયોજન
    Next Article
    પાલનપુરમાં ચૂંટણી પહેલા કાયદો વ્યવસ્થા જાળવવા કવાયત:પશ્ચિમ પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment