Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉમરગામ નગરપાલિકા ચૂંટણી: 26 એપ્રિલે મતદાન:7 વોર્ડની 28 બેઠકો માટે રાજકીય ગરમાવો તેજ બન્યો

    15 hours ago

    ઉમરગામ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે, જેના પગલે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આગામી 26 એપ્રિલના રોજ પાલિકાના 7 વોર્ડની કુલ 28 બેઠકો માટે મતદાન યોજાશે. આ ચૂંટણીમાં 50 ટકા મહિલા અનામત બેઠકો હોવાથી મહિલા ઉમેદવારોની ભૂમિકા મહત્વની રહેશે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર, કુલ 28 બેઠકો માટે અનામતનું માળખું નક્કી કરાયું છે. જેમાં પછાત વર્ગ (OBC) માટે 8 બેઠકો, અનુસૂચિત આદિજાતિ (ST) માટે 4 બેઠકો અને અનુસૂચિત જાતિ (SC) માટે 1 બેઠક અનામત રાખવામાં આવી છે. કુલ 14 બેઠકો (50 ટકા) મહિલાઓ માટે અનામત છે, જ્યારે 7 બેઠકો સામાન્ય વર્ગ માટે ફાળવવામાં આવી છે. ઉમરગામ નગરપાલિકા વિસ્તારની કુલ વસ્તી 27,859 છે. વસ્તીના વિશ્લેષણ મુજબ, વોર્ડ નંબર 6 સૌથી વધુ વસ્તી ધરાવે છે, જ્યાં 6,514 લોકો વસવાટ કરે છે. જ્યારે વોર્ડ નંબર 7 સૌથી ઓછી વસ્તી ધરાવતો વોર્ડ છે, જેની વસ્તી 2,900 છે. ઉમરગામ નગરપાલિકા પર વર્ષોથી ભારતીય જનતા પાર્ટી (BJP)નું પ્રભુત્વ રહ્યું છે. જોકે, આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) પણ સત્તા મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે, અત્યાર સુધી એકપણ પક્ષ દ્વારા સત્તાવાર રીતે ઉમેદવારોના નામ જાહેર કરાયા નથી. તમામ રાજકીય પક્ષો હાલમાં ઉમેદવારોની પસંદગીને લઈને 'વેઈટ એન્ડ વોચ'ની સ્થિતિમાં છે. જ્ઞાતિગત સમીકરણો અને મહિલા અનામત બેઠકોને ધ્યાનમાં રાખીને મજબૂત દાવેદારોની પસંદગી માટે પક્ષના મોવડી મંડળમાં ચર્ચાઓ ચાલી રહી છે. ટૂંક સમયમાં જ પક્ષો દ્વારા તેમના ઉમેદવારોના નામની જાહેરાત થવાની સંભાવના છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ પાલિકાએ 2026-27ના વેરા વસૂલાતનો પ્રારંભ કર્યો:એડવાન્સ વેરો ભરવા અરજદારોની ભીડ, 6 કાઉન્ટર પર વ્યવસ્થા
    Next Article
    AAP ગુનેગારો-આયાતી પર મહેરબાન?:સુરતમાં ખંડણી-ઉઘરાણા સાથે પોસ્ટરકાંડના આરોપીની પત્નીને પણ ટિકિટ મળી, કોંગ્રેસ છોડી આવેલા 7 માટે લાલ જાજમ પાથરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment