Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ પાલિકાએ 2026-27ના વેરા વસૂલાતનો પ્રારંભ કર્યો:એડવાન્સ વેરો ભરવા અરજદારોની ભીડ, 6 કાઉન્ટર પર વ્યવસ્થા

    16 hours ago

    પાટણ નગરપાલિકાએ નાણાકીય વર્ષ 2026-27 માટે વેરા વસૂલાતનો સોમવારથી પ્રારંભ કર્યો છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં કરદાતાઓ એડવાન્સ વેરો ભરવા પાલિકા કચેરી અને સિવિક સેન્ટર ખાતે ઉમટી પડ્યા હતા. પાલિકા તંત્ર દ્વારા અરજદારોની સુવિધા માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વેરા વસૂલાતની પ્રક્રિયા સુચારુ રીતે ચાલે તે માટે કુલ 6 કાઉન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. આ વ્યવસ્થાને કારણે અરજદારોનો વેરો માત્ર 2 થી 4 મિનિટના ટૂંકા સમયમાં સ્વીકારીને પાવતી આપી દેવામાં આવે છે. વેરા શાખાના સુપ્રિટેન્ડેન્ટ લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું કે, સોમવારે સવારથી જ અરજદારોની ભારે ભીડ જોવા મળી હતી, જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. પાટણ નગરપાલિકાની વેરા શાખાની કચેરીમાં સવારે 10:30 થી સાંજે 05:00 વાગ્યા સુધી વેરો સ્વીકારવામાં આવે છે. આ ઉપરાંત, ગાંધી બાગ સ્થિત સિવિક સેન્ટર ખાતે સવારે 10:30 થી બપોરે 04:00 વાગ્યા સુધી કરદાતાઓ પોતાનો વેરો ભરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. કર્મચારીઓ માટે દિવસમાં 2 થી 3 વખત રિસેસ ટાઈમ પણ રાખવામાં આવ્યો છે, જેથી કામગીરીની સાતત્યતા જળવાઈ રહે. પાલિકા તંત્ર દ્વારા વેરો ભરવા આવતા નાગરિકોની સવલતનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો છે. ખાસ કરીને સિનિયર સિટીઝન અરજદારોને ઊભા ન રહેવું પડે તે માટે બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ઉનાળાની સિઝન અને ગરમીને ધ્યાનમાં રાખીને તમામ અરજદારો માટે ઠંડા મિનરલ પાણીની બોટલની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આગામી નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી ભરનાર દાવેદારો પણ પોતાનો વેરો ભરવા માટે દોડી આવ્યા હતા. 10% સીધું વળતર: 6 એપ્રિલ 2026 થી પાલિકાના 5 વિશેષ કાઉન્ટરો શરૂ થશે. જે કરદાતા પોતાની મિલકતનો સંપૂર્ણ વેરો સાથે ભરશે, તેમને 10% વળતર (ડિસ્કાઉન્ટ) આપવામાં આવશે. નોટિસ ફી માંથી મુક્તિ: 30 જૂન 2026 સુધી પાણી અને ગટર વેરામાં કોઈ પણ પ્રકારની નોટિસ ફી લાગશે નહીં. એટલે કે, જૂન મહિના સુધીમાં વેરો ભરનારને વધારાના ચાર્જમાંથી મુક્તિ મળશે. 20% દંડ (પેનલ્ટી) થી બચો: જો તમે 1 જુલાઈ 2026 સુધી વેરો નહીં ભરો, તો પાણી અને ગટર વેરામાં 20% નોટિસ ફી (પેનલ્ટી) લાગુ થશે.
    Click here to Read More
    Previous Article
    યુવક કોંગ્રેસ, NSUI દ્વારા RTE ફોર્મ ભરવા હેલ્પ સેન્ટર શરૂ:જામનગરમાં વાલીઓને મફત પ્રવેશ પ્રક્રિયામાં વિનામૂલ્યે મદદ મળશે
    Next Article
    ઉમરગામ નગરપાલિકા ચૂંટણી: 26 એપ્રિલે મતદાન:7 વોર્ડની 28 બેઠકો માટે રાજકીય ગરમાવો તેજ બન્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment